યુવરાજસિંહે જાહેર કરી નિવૃત્તિ, આ છે ફ્યુચર પ્લાન

10 June, 2019 02:24 PM IST  |  મુંબઈ

યુવરાજસિંહે જાહેર કરી નિવૃત્તિ, આ છે ફ્યુચર પ્લાન

યુવરાજે આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી નિવૃત્તિની જાહેરાત કરી


ટીમ ઈન્ડિયાના 'સિંહે' આખરે નિવૃત્તિની જાહેરાત કરી છે. યુવરાજસિંહ ટીમ ઈન્ડિયાના એ ખેલાડી જેણે 2007નો ટી 20 વર્લ્ડ કપ અને 2011નો ક્રિકેટ વર્લ્ડ કપ જીતાડ્યો, તેમણે આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી નિવૃત્તિ જાહેર કરી છે. આખરે 19 વર્ષના યુવી એરાનો અંત આવ્યો છે. પોતાની લાંબી કરિયરમાંથી નિવૃત્તિ જાહેર કરતા યુવરાજસિંહ ભાવુક થઈ ગયા. તેમણે ફેન્સનો આભાર માન્યો. સાથે એ પણ કહ્યું કે તેઓ આગળ શું કરશે.

આવો છે ફ્યુચર પ્લાન

યુવરાજસિંહે કહ્યું કે તેમણે પોતાની જિંદગીનો મહત્તમ સમય ક્રિકેટને આપ્યા બાદ હવે આગળ વધવાનો નિર્ણય લીધો છે. યુવરાજસિંહે કહ્યું,'હવે મેં આગળ વધવાનો નિર્ણય કર્યો છે. હવે હું કેન્સરના પેશન્ટસ માટે કામ કરીશ અને લોકોને મદદ કરીશ'

યુવરાજે કરી જાહેરાત

સિક્સર કિંગ યુવરાજસિંહે કહ્યું કે હવે તેઓ પોતાના ફાઉન્ડેશન You We Can અંતર્ગત દેશભરમાં કેન્સર પીડિતો માટે કેમ્પ લગાવશે, બીમાર લોકોની મદદ કરશે. ઈલાજ સહિત ફંડને લઈને પણ યુવરાજસિંહ લોકોની મદદ કરશે.

કેન્સર સામે લડી લડાઈ

ઉલ્લેખનીય છે કે ખુદ યુવરાજસિંહ કેન્સર સામે લડીને કમબેક કરી ચૂક્યા છે. 2011ના વર્લ્ડ કપ બાદ તેમને કેન્સરનું નિદાન થયું હતું, જે બાત તેઓ લગભગ બે વર્ષ સુધી કેન્સર સામે ઝઝૂમ્યા હતા. પરંતુ બાદમાં તેઓ ટીમમાં પાછા આવ્યા. કેન્સર સામે લડ્યા બાદ યુવરાજસિંહે You We Can નામથી પોતાનું ફાઉન્ડેશન શરૂ કર્યું હતું. જે અંતર્ગત તેઓ કેન્સર પીડિત લોકોને મદદ કરે છે.

આમનો માન્યો આભાર

યુવરાજ સિંહે પોતાની નિવૃત્તિની સ્પીચમાં ઘણા લોકોનો આભાર માન્યો. તેમણે ટીમના ખેલાડીઓ, પૂર્વ કેપ્ટન, BCCI, પસંદગીકારો અને માતા શબનમસિંહનો આભાર માન્યો. આ ઉપરાંત યુવરાજસિંહે પોતાના ગુરુ બાબા અજીતસિંહ અને બાબા રામસિંહનો પણ આભાર માન્યો.

yuvraj singh