ક્રિકેટમાં જળવાઈ રહેવું હોય તો મૅચ-વિનર બનો : મલિન્ગા

28 July, 2019 10:35 AM IST  |  કોલંબો

ક્રિકેટમાં જળવાઈ રહેવું હોય તો મૅચ-વિનર બનો : મલિન્ગા

ક્રિકેટમાં જળવાઈ રહેવું હોય તો મૅચ-વિનર બનો : મલિન્ગા

વન-ડે ક્રિકેટના ઇતિહાસમાં ૩ હૅટ-ટ્રિક લેનાર એકમાત્ર બોલર લસિથ મલિન્ગાએ ફેરવેલ વન-ડે રમ્યા પછી યંગસ્ટરોને ગોલ્ડન રૂલ આપતાં કહ્યું કે ક્રિકેટમાં સર્વાઇવ કરવું હોય તો મૅચ-વિનર બનો. મુથૈયા મુરલીધરન (૫૨૩) અને ચામિન્ડા વાસ (૩૯૯) પછી લસિથ મલિન્ગા (૩૩૮) શ્રીલંકા વતી હાઇએસ્ટ વિકેટ લેનારો ત્રીજો અને ઓવરઑલ નવમો બોલર છે. પોસ્ટ-મૅચ પ્રેસ કૉન્ફરન્સમાં મલિન્ગાએ કહ્યું  કે ‘મારા કૅપ્ટનો મારી પાસેથી વિકેટની આશા રાખે છે. મારી સમગ્ર કરીઅર દરમ્યાન મેં હંમેશાં બેસ્ટ કોશિશ કરી છે. મને આશા છે કે યંગ બોલરો આવી જ રીતે પર્ફોર્મ કરી શકશે, કારણ કે ક્રિકેટમાં સર્વાઇવ કરવા માટે મૅચ-વિનર બનવું જરૂરી છે. હું ભવિષ્યમાં (ટી૨૦માં) આ રીતે પર્ફોર્મ કરતો રહીશ. અમારી પાસે આવા બે-ત્રણ બોલરો છે જેમની પાસે એબિલિટી છે અને તેમને સપોર્ટ મળવો જોઈએ. શ્રીલંકા માટે ૧૫ વર્ષ સુધી રમવું ખરેખર ગર્વની વાત છે. ખુશી છે કે લોકોએ મને આટલો સપોર્ટ આપ્યો. અમારે ૨૦૨૩ વર્લ્ડ કપની ટીમ બનાવવાની છે એટલે મને ભાન થયું કે હવે મારે યંગસ્ટરો માટે જગ્યા ખાલી કરવી જોઈએ.’

આઇસીસીએ ફરી કરી ભૂલ : મલિન્ગાની નિવૃ‌તિના ખોટા આંકડા દર્શાવ્યા

શ્રીલંકાનો યૉર્કરમૅન લસિથ મલિન્ગાએ વન-ડે ઇન્ટરનૅશનલને અલવિદા કહી દીધું છે. શ્રીલંકાની ટીમે શુક્રવારે કોલંબોના આર. પ્રેમદાસા સ્ટેડિયમમાં રમાયેલી ત્રણ વન-ડે મૅચની સિરીઝમાં પહેલી મૅચમાં બંગલા દેશને ૯૧ રનોથી માત આપીને પોતાના શ્રેષ્ઠ બોલર લસિથ મલિન્ગાને વિજયી વિદાય આપી હતી. વન-ડે ઇન્ટરનૅશનલમાં મલિન્ગાના યોગદાનના આંતરરાષ્ટ્રીય ક્રિકેટ કાઉન્સિલે પણ વખાણ કર્યાં છે, પરંતુ તેમણે પોતાના ઑફિશ્યલ ટ્‌વિટર અકાઉન્ટ પર મલિન્ગાના વન-ડે કરીઅર સાથે જોડાયેલા આંકડા દર્શાવવામાં ભૂલ કરી દીધી. મલિન્ગાએ ૨૨૬ વન-ડે ઇન્ટરનૅશનલ મૅચ રમી છે, પરંતુ આઇસીસીએ ૨૨૫ મૅચ લખી છે. મલિન્ગાએ પોતાની વન-ડે ઇન્ટરનૅશનલ કરીઅરમાં ૩૩૮ વિકેટ ચટકારી, પરંતુ આઇસીસીએ ૩૩૫ વિકેટોનો ઉલ્લેખ કર્યો છે.
આઇસીસી પોતાની આ ભૂલ પર સતત ટ્રોલ થઈ રહ્યું છે. પોતાની આ ભૂલ વિશે તેમને જાણ નહોતી. ૨૨ જુલાઈએ પણ આઇસીસીએ ભૂલ કરી હતી, જ્યારે તેમના ટ્‌વિટર પર દિગ્ગજ મુથૈયા મુરલીધરનની જગ્યાએ શ્રીલંકાના રંગના હેરાથની તસવીર શૅર કરી દીધી હતી. બાદમાં ભૂલની જાણ થવા પર તેમને આ પોસ્ટને જ હટાવી લીધી હતી.

lasith malinga cricket news