કુસ્તીબાજ યોગેશ્વર જીત્યો કાંસ્ય

12 August, 2012 09:13 AM IST  | 

કુસ્તીબાજ યોગેશ્વર જીત્યો કાંસ્ય

 

 

 

ભારતના કુસ્તીબાજ યોગેશ્વર દત્તે ગઈ કાલે લંડન ઑલિમ્પિક્સમાં ૬૦ કિલો ફ્રીસ્ટાઇલમાં બ્રૉન્ઝ મેડલ જીતી લીધો હતો. તેણે નૉર્થ કોરિયાના જૉન્ગ મ્યૉન્ગ રીને ૩-૧થી હરાવી દીધો હતો. હરિયાણાના સોનીપત જિલ્લામાં રહેતા ૨૯ વર્ષની ઉંમરના યોગેશ્વરનો પ્રી-ક્વૉર્ટર ફાઇનલમાં રશિયાના બેસિક કુડુખોફ સામે હારી ગયો હતો. જોકે યોગેશ્વર સામેનો વિજેતા હરીફ બેસિક પછીથી ફાઇનલ્સમાં પહોંચ્યો હોવાથી યોગેશ્વરને બ્રૉન્ઝ મેડલ માટેના રેપશાઝ વર્ગમાં જવા મળ્યું હતું.

 

તેણે રેપશાઝ વર્ગમાં પહેલાં પ્યુએટોર્ રિકોના ફ્રૅન્કલિન ગોમેઝ માટૉઝને ૩-૦થી અને પછી ઇરાનના મસૂદ એસ્મીલપૂરજૉયબારીને ૩-૧થી પરાજિત કરી દીધો હતો અને બ્રૉન્ઝ મેડલ માટેની મૅચમાં પ્રવેશ કયોર્ હતો.

 

બ્રૉન્ઝ જીતવાની સાથે હરિયાણા સરકારે યોગેશ્વર માટે એક કરોડ રૂપિયાનું ઇનામ જાહેર કર્યું હતું. સહારા ઇન્ડિયા પરિવાર તરફથી યોગેશ્વરને અંદાજે ૬૦ લાખ રૂપિયાની કિંમતનું બે કિલો સોનું મળશે.

 

ભારતના કુલ મેડલોની સંખ્યા પાંચ થઈ છે જેમાં ચાર બ્રૉન્ઝ છે.