વૃદ્ધિમાનને બૅટિંગ કરતાં વિકેટકીપિંગ વધુ પસંદ

05 October, 2016 07:04 AM IST  | 

વૃદ્ધિમાનને બૅટિંગ કરતાં વિકેટકીપિંગ વધુ પસંદ



બિપિન દાણી


૧૯૬૧માં વેસ્ટ ઇન્ડીઝના વિકેટકીપર ગૅરી ઍલેક્ઝાન્ડરે ઑસ્ટ્રેલિયા સામે બન્ને દાવમાં અણનમ રહી અડધી સદી ફટકારી હતી), પરંતુ તેને બેટિંગ કરવા કરતાં વિકેટ પાછળ કામ કરવું વધારે પસંદ છે એવું તેના પિતા પ્રસન્નતા સહા માને છે.

સિલીગુડીમાં સ્થાયી થયેલા સહાકુટુંબના મોભીએ આ અખબાર જોડે વાતચીત કરતાં ઉમેર્યું હતું કે ‘અન્ડર-૧૩ ટીમમાં તેનું સ્થાન બૅટ્સમૅન-વિકેટકીપર તરીકે થયું હતું, પણ ત્યાર બાદ તેણે વિકેટકીપિંગ પર ઝાઝું ધ્યાન આપવા માંડ્યું હતું અને તેને એ ગમે પણ છે.

ભારતમાં રમાતી ૨૫૦ ટેસ્ટમાં અમારો પુત્ર ૫૦ રનની નજીક હતો ત્યારે અમે દબાણ હેઠળ જરૂર હતા, પણ ત્યાર બાદ હળવા બની ગયા હતા. અમે ટીવી પર મૅચ જોઈ હતી અને ભારતના વિજય બાદ સઘળા પાડોશીઓએ ભેગા થઈ અમને અભિનંદન આપ્યાં હતાં. મારી પત્ની (મૈત્રેયી)નો તો હરખ માતો નહોતો. અમારી પુત્રવધૂ (દેબ્રતી) અને ત્રણ વર્ષની પૌત્રી અન્વી થોડા દિવસ પૂર્વે અહીં જ હતી, પરંતુ કલકત્તા ગયા બાદ વૃદ્ધિને મૅન ઑફ ધ મૅચનો પુરસ્કાર મળ્યો ત્યારે જરૂર ગેલમાં આવી ગઈ હશે.’

વૃદ્ધિમાન સહાની પત્નીનું ઉપનામ રોમી છે. કપિલ દેવની પત્નીનું પણ અસલી નામ રોમી છે.

વૃદ્ધિમાન સહાના પિતાએ ગૅરી ઍલેક્ઝાન્ડરનું નામ જરૂર સાંભળ્યું હતું, પરંતુ પંચાવન વર્ષ બાદ કોઈ ખેલાડી (પોતાનો પુત્ર જ) પહેલી વખત ટેસ્ટના બન્ને દાવમાં અણનમ રહી અડધી સદી બનાવનાર પ્રથમ વિકેટકીપર-બૅટ્સમૅન હશે એની જાણકારી તેમને નહોતી.

મારા પુત્ર જોડે હવે ટેલિફોન પર વાત કરીશ ત્યારે જરૂર આ વાત હું તેને કરીશ એમ તેમણે ઉમેર્યું.

વૃદ્ધિમાન સહાના સરાહનીય દેખાવનાં ભરપેટ વખાણ ભૂતપૂર્વ વિકેટકીપરો ફરોખ  એન્જિનિયર અને કિરણ મોરેએ પણ કર્યા છે. સહાના અંગત કોચ જયંતો ભૌમિકે પણ તેની રમતને બિરદાવી છે.