સ્મિથના ખોળામાં આવીને કેમ પડ્યો વિકેટકીપર સહા?

17 March, 2017 07:49 AM IST  | 

સ્મિથના ખોળામાં આવીને કેમ પડ્યો વિકેટકીપર સહા?

ગઈ કાલે રાંચીની ટેસ્ટના છેલ્લા સેશનમાં એવી ઘટના બની કે તમામ ખેલાડી અને દર્શક હસવાનું રોકી ન શક્યાં. સ્ટીવન સ્મિથ ૯૭ રને રમી રહ્યો હતો. ભારતીય ટીમ તેની વિકેટ લેવા માટે ઉત્સુક હતી. દરમ્યાન જાડેજાનો બૉલ સ્મિથના બે પગ વચ્ચે ફસાઈ ગયો. વિકેટકીપર વૃદ્ધિમાન સહાને લાગ્યું કે બૉલ તેના બૅટ સાથે અડ્યો છે. એથી સહાએ બૉલ જમીન પર પડે એ પહેલાં એને પકડવા માટે સ્મિથ પાસે આવી ગયો. સ્મિથ પણ બૉલને સહાથી દૂર કરવા માટે પાછળ હટ્યો. દરમ્યાન સહા એક હાથને સ્મિથની પાછળ અને બીજો હાથ આગળ લઈ આવ્યો. આનાથી બચવા સ્મિથ જમીન પર સૂઈ ગયો. બૉલ પણ જમીન પર પડ્યો નહોતો. સહાએ સ્મિથના બૉલને પકડીને આઉટની અપીલ કરી. અપીલ પર અમ્પાયર હસ્યો હતો. સ્મિથને થોડુંક ટેન્શન હતું કે તેને આઉટ તો નથી આપ્યો. જોકે અમ્પાયરે થર્ડ અમ્પાયર સાથે વાત કરી અને જણાવ્યું કે આ ડેડ બૉલ હતો. બૉલ સ્મિથના બૅટ અને ગ્લવ્ઝ સાથે અથડાયો નહોતો.