ડી કૉક સાથે ક્વૉરન્ટીન થવું મને ગમશે : ડેલ સ્ટેન

20 March, 2020 12:40 PM IST  |  Johannesburg | Agencies

ડી કૉક સાથે ક્વૉરન્ટીન થવું મને ગમશે : ડેલ સ્ટેન

ડેલ સ્ટેન

સાઉથ આફ્રિકાના ફાસ્ટ બોલર ડેલ સ્ટેનનું કહેવું છે કે તેને ક્વિન્ટન ડી કૉક સાથે ક્વૉરન્ટીન થવું ગમશે. કોરોના વાઇરસ જેવા ગંભીર રોગથી લોકો એકમેકથી અંતર રાખી રહ્યા છે ત્યારે સ્ટેનની ઇચ્છા કંઈક અલગ જ છે. સાઉથ આફ્રિકાની ટીમ પોતાના વતન પહોંચી ગઈ છે અને તેઓ ૧૪ દિવસ માટે આઇસોલેશનમાં રહેશે. આ વિશે વાત કરતાં સ્ટેને કહ્યું કે ‘ક્વિન્ટન ડી કૉક જેવી વ્યક્તિ સાથે ક્વૉરન્ટીન થવું મને ગમશે, કારણ કે તે આ વિશ્વમાં મારી સૌથી ગમતી વ્યક્તિઓમાંની એક છે. જો તમે તેની હોટેલના રૂમમાં જશો તો તમને તે ફિશિંગ ફ્લાઇસ બનાવતો જોવા મ‍ળશે અથવા તો ફિશિંગના વિડિયો જોતો જોવા મળશે. આ સાથે જ તે કુકિંગના વિડિયો પણ જોતો જોવા મ‍ળશે. મારી વાત કરું તો મને કુકિંગ જરાય નથી ગમતું, પણ તેની રૂમમાં જઈને હું તેના ફિશિંગના બધા વિડિયો જોવા માગું છું. તે દરેક પ્રકારનું ભોજન બનાવી શકે છે. તે એક પ્રોપર કુક છે.’

johannesburg south africa coronavirus covid19 cricket news sports news