વર્લ્ડ કપ ટી20 પર્ફેક્ટ વર્લ્ડમાં રમાડવામાં આવે એવી આશા છે કમિન્સને

07 April, 2020 05:02 PM IST  |  Sydney | Agencies

વર્લ્ડ કપ ટી20 પર્ફેક્ટ વર્લ્ડમાં રમાડવામાં આવે એવી આશા છે કમિન્સને

પેટ કમિન્સ

ઑસ્ટ્રેલિયન પેસર પેટ કમિન્સનું કહેવું છે કે વર્લ્ડ કપ ટી20ને પર્ફેક્ટ વર્લ્ડમાં રમાડવામાં આવે તો એ તેને ગમશે. હાલમાં કોરોના વાઇરસને કારણે દુનિયાભરની ઇવેન્ટ્સને કૅન્સલ કરવામાં આવી છે. ઇન્ડિયન પ્રીમિયર લીગ પણ એમાંની એક છે. ૨૯ માર્ચથી શરૂ થનારી આઇપીએલને ૧૫ એપ્રિલ સુધી સસ્પેન્ડ કરવામાં આવી છે. આઇપીએલની આ ઍડિશનમાં પેટ કમિન્સ દુનિયાનો અત્યાર સુધીનો સૌથી મોંઘો પ્લેયર સાબીત થયો છે. તેને સૌથી વધુ પૈસા આપી ખરીદવામાં આવ્યો છે એમ છતાં તે આઇપીએલ કરતાં ટી20 વર્લ્ડ કપને વધુ મહત્વ આપી રહ્યો છે. આ વિશે વાત કરતાં કમિન્સે કહ્યું હતું કે ‘છેલ્લાં બે-ત્રણ વર્ષથી અમે ટી20 વર્લ્ડ કપ વિશે ખૂબ જ ચર્ચા કરી રહ્યા છીએ અને એને વધુ મહત્વ આપી રહ્યા છીએ. ૨૦૧૫નો વન-ડે વર્લ્ડ કપ મારા કરીઅરની હાઇલાઇટ હતો અને એમ છતાં હું ફાઇનલમાં નહોતો રમી રહ્યો. ભવિષ્યમાં હું ફાઇનલમાં રમું એની રાહ જોઈ રહ્યો છું. ટી20 વર્લ્ડ કપ આ વર્ષની ઇન્ટરનૅશનલ ક્રિકેટ માટે સૌથી મોટી ટુર્નામેન્ટ છે. એક પર્ફેક્ટ વર્લ્ડમાં એ ટુર્નામેન્ટને રમાડવામાં આવે એવી હું આશા રાખી રહ્યો છું. સાચું કહું તો હું લાલચું બનીને આઇપીએલ પણ રમાડવામાં આવે એવું ઇચ્છું છું.’

cricket news sports news australia