વિશ્વના સૌથી નાના કદના મસલમૅન આદિત્ય દેવનું બ્રેઇન હેમરેજને કારણે અવસાન

14 September, 2012 06:35 AM IST  | 

વિશ્વના સૌથી નાના કદના મસલમૅન આદિત્ય દેવનું બ્રેઇન હેમરેજને કારણે અવસાન





બે ફૂટ ૯ ઇંચ હાઇટ ધરાવતા અને ૯ કિલો વજનના આદિત્યનું નામ ૨૦૦૭ની સાલમાં લિમ્કા બુક ઑફ રેકૉર્ડ્સમાં સામેલ કરવામાં આવ્યું હતું.

આદિત્ય થોડા વષોર્ પહેલાં ૩ કિલો વજનના ડમ્બેલ્સ ઊંચકીને તેમ જ બેન્ચપ્રેસ (બેન્ચ પર સૂઈને વેઇટલિફ્ટરની માફક વજન ઊંચકવું)માં ૬ કિલો વજન ઊંચકીને દેશવિદેશમાં જાણીતો થયો હતો. તેના કોચ રણજિત પાબ્લાએ તેના માટે ખાસ દોઢ કિલો વજનના ડમ્બેલ્સ બનાવડાવ્યા હતા.

૨૦૦૬માં આદિત્યનું નામ વિશ્વના સૌથી નાના કદના બૉડી-બિલ્ડર તરીકે ગિનેસ વર્લ્ડ રેકૉર્ડ્સ માટે મોકલવામાં આવ્યું હતું, પરંતુ એ નૉમિનેશન તેના જેટલું જ કદ ધરાવતા નેપાલના બૉડી-બિલ્ડરને આપવામાં આવ્યું હતું.

આદિત્યની ખાસિયત એ હતી કે તે નવી-નવી કસરતો શીખવામાં સામાન્ય બૉડી-બિલ્ડરોની જેવો પાવરધો હતો અને બહુ ઝડપથી શીખી લેતો હતો. તે ડાન્સ પણ ખૂબ સારો કરતો હતો. તેણે ઘણી વાર સમારંભોમાં ડાન્સર તરીકેની ભૂમિકા ભજવી હતી.

થોડા દિવસ પહેલાં અમેરિકામાં તેના મગજનું જે ચેક-અપ થયું હતું એમાં એક ક્લૉટ હોવાનું જાણવા મળ્યું હતું. મગજના એ નિદાન પછી તેણે કસરતો કરવાનું બંધ કર્યુ હતું.