World Test Championshipમાં ડ્રો થાય તો ફાઈનલિસ્ટ કેવી રીતે નક્કી થશે?

15 November, 2020 05:48 PM IST  |  Mumbai | Gujarati Mid-day Online Correspondent

World Test Championshipમાં ડ્રો થાય તો ફાઈનલિસ્ટ કેવી રીતે નક્કી થશે?

ફાઈલ તસવીર

કોરોનાના મહામારીને લીધે વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપના શેડ્યુલને પર અસર થઇ છે. આ પરિસ્થિતિમાં ઇન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલ (ICC) વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપના ફાઇનલિસ્ટ નક્કી કરવાનું કામ કરી રહ્યું છે.

ICC ટીમના પોઈન્ટ્સ પર્સેન્ટેજના આધારે ટોપ-2 ટીમ નક્કી કરવાનું વિચારી રહી છે. ક્રિકેટ વેબસાઇટ ઈએસપીએનક્રિકઇન્ફો અનુસાર, આ મામલે આવતા અઠવાડિયે થનાર ચીફ એક્સિક્યુટિવ કમિટી (CEC)ની બેઠક પર અંતિમ નિર્ણય લેવામાં આવી શકે છે. ICCની અંતિમ ત્રિમાસિક મીટિંગ સોમવારે શરૂ થશે. કાઉન્સિલ ટેસ્ટ ટીમો વચ્ચે પોઈન્ટ્સ વહેંચવા પર વિચાર કરવામાં આવ્યો હતો.

અહેવાલ અનુસાર, કોવિડ-19ને કારણે કેન્સલ થયેલી ટેસ્ટ મેચોને ડ્રો તરીકે ટ્રીટ કરવામાં આવે અને બંને ટીમો વચ્ચે પોઈન્ટ્સ વહેંચવામાં આવે. જોકે, આના પર બધા સહમત નહોતા થયા. કમિટીએ નક્કી કર્યું છે કે, આ મામલે લીસ્ટ બેડ ઓપ્શન શોધવામાં આવે.

ICC પોઈન્ટ્સ પર્સેન્ટેજના આધારે ફાઇનલિસ્ટ નક્કી કરવાનો નિર્ણય લે તો તેનાથી ફાઇનલની રેસમાં સામેલ ટીમોને વધુ અસર નહીં થાય. ન્યૂઝીલેન્ડ માટે આ વિકલ્પ સૌથી શ્રેષ્ઠ સાબિત થઇ શકે છે. તેઓ પોતાની બાકીની બંને ટેસ્ટ સીરિઝ ઘરઆંગણે પાકિસ્તાન અને વેસ્ટ ઇન્ડિઝ સામે રમશે. કિવિઝ ટીમ ઘરમાં છેલ્લી 6માંથી 6 ટેસ્ટ જીત્યું છે. તેવામાં પાકિસ્તાન અને વેસ્ટ ઇન્ડિઝ સામે ક્લીન સ્વીપ કરીને તેના કુલ 420 પોઈન્ટ્સ થઇ શકે છે. દરેક ટેસ્ટ સીરિઝના 120 પોઈન્ટ્સ મળે છે. સીરિઝમાં કુલ મેચોની સંખ્યાના આધારે પોઈન્ટ્સ મળે છે. એક સીરિઝમાં કોઈ ટીમ વધુને 120 પોઈન્ટ્સ મેળવી શકે છે. તેવામાં બે ટેસ્ટની સીરિઝમાં એક ટેસ્ટ જીતવા પર 60 પોઈન્ટ્સ, ત્રણ મેચની સીરિઝમાં એક ટેસ્ટ જીતવા પર 40 અને ચાર મેચની સીરિઝમાં એક ટેસ્ટ જીતવા પર 30 પોઈન્ટ્સ મળે છે.

પોઈન્ટ્સ ટેબલમાં ટોચમાં રહેનાર બે ટીમો વચ્ચે જૂન મહિનામાં ફાઇનલ થશે. ભારત 360 પોઈન્ટ્સ સાથે પોઈન્ટ્સ ટેબલમાં ટોપ પર છે. 296 પોઈન્ટ્સ સાથે ઓસ્ટ્રેલિયા બીજા અને 292 પોઈન્ટ્સ સાથે ઇંગ્લેન્ડ ત્રીજા સ્થાને છે. જોકે, પોઈન્ટ્સ પર્સેન્ટેજની વાત કરીએ તો ઓસ્ટ્રેલિયા પ્રથમ, ભારત બીજા અને ઇંગ્લેન્ડ ત્રીજા સ્થાને છે. ફાઇનલિસ્ટ કેવી રીતે પસંદ કરવામાં આવશે તેનો નિર્ણય તો ICCની બેઠકમાં જ લેવાશે.

cricket news international cricket council