આફ્રિદીએ માર્યા લાફા ત્યારે આમિરે કબૂલાત કરી સ્પૉટ ફિક્સિંગની વાત

12 June, 2019 08:18 PM IST  | 

આફ્રિદીએ માર્યા લાફા ત્યારે આમિરે કબૂલાત કરી સ્પૉટ ફિક્સિંગની વાત

આમિર મોહમ્મદ (તસવીર સૌજન્ય-મિડ ડે)

પાકિસ્તાનના પૂર્વ ઑલરાઉન્ડર અબ્દુલ રઝાકે દાવો કર્યો છે કે વનડે ટીમના તત્કાલીન સુકાની શાહિદ આફ્રીદીએ થપ્પડ માર્યા પછી ફાસ્ટ બૉલર મોહમ્મદ આમિરે સ્પૉટ ફિક્સિંગની વાતની કબૂલાત કરી હતી. તો બીજી બાજુ ઓપનિંગ બેટ્સમેન સલમાન બટ 2011ના ઇન્ગલેન્ડના પ્રવાસ પહેલા આવા જ ભ્રષ્ટાચારમાં સામેલ હતો.

પાકિસ્તાન ક્રિકેટની છબિ બગાડવાનો ઉલ્લેખ રઝાકે એક ન્યૂઝ ચેનલ સામે કર્યો હતો. રઝાકે કહ્યું, "આફ્રીદીએ મને રૂમની બહાર જવાનું કહ્યું, પણ થોડી વાર પછી થપ્પડનો અવાજ સંભળાયો અને પછી આમિરે હકીકત જણાવી." રઝાકે કહ્યું, "પીસીબી પોતાની કાર્યકુશળતા પુરવાર કરવા માચે આઇસીસી પાસે ગીઇ તેના બદલે તેણે પોતે જ ત્રણ ખેલાડીઓ સાથે વાત કરીને તેમને ઘરે પાછા મોકલી દેવા જોઇતા હતા અને એક વર્ષ માટે અથવા કેટલાક સમય માટે સસ્પેન્ડ કરી દેવાની જરૂર હતી. એવું ન કરીને પીસીબીને વિશ્વભરમાં પાકિસ્તાન ક્રિકેટની છબીને ખરાબ કરી."

રઝાકે દાવો કર્યો કે બટ ઇન્ગલેન્ડની ઘટનાથી પહેલા જ જાણીજોઇને આઉટ થઇ રહ્યો હતો. તેણે કહ્યું, "મેં મારી ચિંતાઓથી આફ્રીદીને માહિતગાર કર્યો ત્યારે તેણે કહ્યું કે આ ફક્ત મારો વ્હેમ છે અને એવું કંઇ નથી. પણ વેસ્ટઇંડિઝમાં ટી-20 વર્લ્ડકપ દરમિયાન જ્યારે હું બટ સાથે બેટિંગ કરતો હતો ત્યારે જ આ વાતને લઇને શંકા હતી કે તે જાણીજોઇને ખરાબ પ્રદર્શન કરી રહ્યો છે."

રઝાકે જણાવ્યું કે તેણે બટને એક રન લઇને તેને સ્ટ્રાઇક આપવાનું કહ્યું પણ બટે ગણકાર્યું નહીં. તેણે કહ્યું, "તેણે આ રણનીતિને ગણકારી નહીં જેને જઇને હું આશ્ચર્યચકિત હતો." રઝાકે કહ્યું, "ત્યારે મને લાગ્યું કે તે આવું જાણીજોઇને કરે છે. ત્યાર બાદ પણ તે બે-ત્રણ બોલ રમ્યા પછી મને સ્ટ્રાઇક આપતો હતો. હું તેનાથી નિરાશ થયો અને દબાણમાં આઉટ પણ થઇ ગયો."

આ પણ વાંચો : વધુ કમાણીના મામલે ફોર્બ્સની લિસ્ટમાં વિરાટ કોહલી એકમાત્ર ભારતીય

ઉલ્લેખનીય છે કે બટ, આમિર અને મોહમ્મદ આસિફને ફિક્સિંગના દોષી છે એવી માહિતી મળ્યા બાદ 2011માં આઇસીસીએ પાંચ વર્ષ માટે તેમને સસ્પેન્ડ કરી દીધા હતા. ત્રણે ખેલાડીઓએ પોતાનું સસ્પેન્શન પિરીયડ પૂરું કરી લીધું છે અને હવે ક્રિકેટના મેદાન પર કમબૅક કરી લીધું છે. પણ રાષ્ટ્રીય ટીમ માટે ફક્ત આમિરનું જ સિલેક્શન થયું છે જે વર્લ્ડ કપની ટીમનો ભાગ છે.

sports news cricket news mohammad amir