વર્લ્ડ કપ 2019ની રેસમાં રિષભ પંત, અજિંક્ય રહાણે અને વિજય શંકર

11 February, 2019 06:34 PM IST  | 

વર્લ્ડ કપ 2019ની રેસમાં રિષભ પંત, અજિંક્ય રહાણે અને વિજય શંકર

રિષભ પંત, અજિંક્ય રહાણે, વિજય શંકર વર્લ્ડ કપની રેસમાં

ક્રિકેટ વર્લ્ડ કપ 2019 શરૂ થવાને આડે હવે થોડો જ સમય બાકી છે. તમામ ટીમો હાલ પોતાનું ધ્યાન વર્લ્ડ કપ પર લગાવી રહી છે. ટીમ ઈન્ડિયા પણ વર્લ્ડ કપ માટે કોને ટીમમાં લેવા, કોને નહીં તે વિચારી રહી છે. વર્લ્ડ કપ જેવી મહત્વની ઈવેન્ટ માટે ટીમ સિલેક્શન ટફ બની રહ્યું છે. સિલેક્શન કમિટી પાસે રિષભ પંત, વિજય શંકર અને અજિંક્ય રહાણે જેવા ઓપ્શન છે. અત્યારે ત્રણે પ્લેયર ફોર્મમાં ચાલી રહ્યાં છે અને ભારતીય ટીમ માટે તેમનું યોગદાન પણ મહત્વનું રહ્યું છે. આ વિશે ટીમની સિલેક્શન કમિટીએ કહ્યું હતું કે, ટીમમાં એક બે જગ્યાઓ સિવાય 15 સભ્યોની ટીમ પસંદ કરી લેવામાં આવી છે.

ઓસ્ટ્રેલિયા અને ન્યુઝીલેન્ડ પ્રવાસમાં સારુ પ્રદર્શન કર્યા બાદ રિષભ પંત પણ આ લિસ્ટમાં છે. રિષભ પોઝિટિવ વિચારસરણી ધરાવતો પ્લેયર છે. વિજય શંકર એક સારો ઓલરાઉન્ડર તરીકે સાબિત થઈ રહ્યો છે અને આ જ કારણ છે કે તે પણ વર્લ્ડ કપ 2019ની ટીમમાં સામેલ થઈ શકે છે. હાલ એમએસ ધોની અને દિનેશ કાર્તિક પછી રિષભ પંત પણ વિકેટ કિપર છે. ઓપનર કે. એલ. રાહુલના ખરાબ પ્રદર્શનના કારણે રિષભ પંત અને અજિંક્ય રહાણેને એક બેકઅપ ઓપનિંગ બેટ્સમેન તરીકે ટીમમાં જગ્યા મળી શકે છે.

 

આ પણ વાંચો: IPL 2019 : રાજસ્થાન હવે આ નવા લૂકમાં જોવા મળશે.

 

મહત્વનું એ છે કે, વિજય શંકર, રિષભ પંત અને અજિંક્યા રહાણે પણ ફોર્મમાં છે અને 15 સભ્યોની ટીમમાં એક બે જગ્યા છોડીને લગભગ સિલેક્શન થઈ ચૂક્યું છે તેવુ ટીમ સિલેક્શન કમિટીનું કહેવું છે. મહત્વનું રહેશે કે કયા પ્લેયરને ટીમમાં સ્થાન મળે છે.