વર્લ્ડ કપને લીધે ઑસ્ટ્રેલિયા, ન્યુ ઝીલૅન્ડ બન્યાં માલામાલ

01 July, 2015 06:17 AM IST  | 

વર્લ્ડ કપને લીધે ઑસ્ટ્રેલિયા, ન્યુ ઝીલૅન્ડ બન્યાં માલામાલ


ઑસ્ટ્રેલિયા અને ન્યુ ઝીલૅન્ડમાં યોજાયેલા ક્રિકેટ વર્લ્ડ કપ ૨૦૧૫ને કારણે બન્ને દેશોની અર્થવ્યવસ્થા મજબૂત થઈ હતી. એક આર્થિક વિશ્લેષણ મુજબ આ ટુર્નામેન્ટમાં  કુલ એક અબજ દસ કરોડ રૂપિયાનું રોકાણ થયું, જેને કારણે ૮૩૨૦ લોકોને નોકરી મળી હતી તેમ જ આર્થિક દૃષ્ટિએ અનેક લાભ થયા હતા. આ ટુર્નામેન્ટ દરમ્યાન ૧૦,૧૬,૪૨૦ લોકો મૅચ જોવા આવ્યા હતા જેમાં ૨,૯૫,૦૦૦ આંતરરાષ્ટ્રીય અને અન્ય આંતરરાજ્ય પર્યટકોએ યજમાન શહેરોનો પ્રવાસ કર્યો હતો. વર્લ્ડ કપ ટુર્નામેન્ટમાં ૧,૪૫,૦૦૦ આંતરરાષ્ટ્રીય દર્શક ઑસ્ટ્રેલિયા અને ન્યુ ઝીલૅન્ડ પહોંચ્યા હતા જેને કારણે પર્યટનમાં તેજી જોવા મળી હતી.

ક્રિકેટ વર્લ્ડ કપ વિશ્વભરના એક અબજ ૫૦ કરોડ લોકોએ જોયો. ICCના CEO ડેવિડ રિચર્ડસને કહ્યું હતું કે વર્લ્ડ કપ ૨૦૧૫ અત્યાર સુધીની સૌથી લોકપ્રિય ટુર્નામેન્ટ હતી. સ્થળો વિશ્વકક્ષાનાં હતાં, યજમાન શહેરો વિશ્વ કક્ષાનાં હતાં તેમ જ આયોજન પણ વિશ્વકક્ષાનું હતું.