સાઉથ આફ્રિકાની ટૂર છોડીને સ્ટાર્ક પત્નીની ફાઇનલ મૅચ જોવા પહોંચ્યો

07 March, 2020 01:40 PM IST  |  Melbourne

સાઉથ આફ્રિકાની ટૂર છોડીને સ્ટાર્ક પત્નીની ફાઇનલ મૅચ જોવા પહોંચ્યો

મિચેલ સ્ટાર્ક સાથે પત્ની અલિસા હેલી

ઑસ્ટ્રેલિયાનો સ્ટાર બોલર મિચેલ સ્ટાર્ક તેની સાઉથ આફ્રિકાની ટૂર છોડીને પત્ની અલિસા હેલીની ફાઇનલ મૅચ જોવા માટે ઘરે પહોંચી ગયો છે. રવિવારે ઑસ્ટ્રેલિયા-ભારત વચ્ચે ટી૨૦ વર્લ્ડ કપની ફાઇનલ મૅચ છે. આ મૅચમાં સ્ટાર્કની પત્ની અલિસા હેલી પણ રમી રહી છે. આ વિશે પૂછતાં ઑસ્ટ્રેલિયાના કોચ જસ્ટિન લૅન્ગરે કહ્યું હતું કે ‘હોમ વર્લ્ડ કપ ફાઇનલમાં અલિસાને રમતી જોવી મિચેલ માટે લાઇફમાં એક વાર આવતી મૂવમેન્ટ છે. તેની પત્નીને સપોર્ટ કરવા માટે તેને રજા આપવાની અમને ખુશી છે. આ વિશે અમે ઘણા સમયથી વાત કરી રહ્યા હતા અને તેને પણ થોડો બ્રેક મળી ગયો હોવાથી તે ફ્રેશ થઈને કમબૅક કરશે.’

mitchell starc australia womens world cup cricket news sports news