હરમનની ત્રીજી હાફ સેન્ચુરી

15 March, 2023 01:24 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

ડી. વાય. પાટીલ પછી બ્રેબર્નમાં પણ ગુજરાત સામે ચમકી

બ્રેબર્ન સ્ટેડિયમમાં ગઈ કાલે પૌત્ર પૃથ્વી સાથે મુંબઈ ઇન્ડિયન્સનાં ઓનર નીતા અંબાણી. તેઓ ટૉસ પહેલાં જ પુત્ર આકાશના દીકરા સાથે મેદાન પર આવી ગયાં હતાં. તસવીર આશિષ રાજે

મુંબઈ ઇન્ડિયન્સે ગઈ કાલે ડબ્લ્યુપીએલમાં ફરી એક વાર કૅપ્ટન હરમનપ્રીત કૌર (૫૧ રન, ૩૦ બૉલ, બે સિક્સર, સાત ફોર)ની હાફ સેન્ચુરીની મદદથી ગુજરાત જાયન્ટ્સ સામે મોટું ટોટલ ઊભું કરીને એને ૧૬૩ રનનો ટાર્ગેટ અપાવ્યો હતો. ગઈ કાલની મૅચ પહેલાં ૮ પૉઇન્ટ સાથે મોખરે રહેનાર મુંબઈની સુકાની હરમનપ્રીતે આ પહેલાં યુપી સામે અણનમ ૫૩ અને ગુજરાત સામેની ડી. વાય. પાટીલની પ્રથમ મૅચમાં ૬૫ રન ફટકાર્યા હતા. દિલ્હી સામે તે ૧૧ રને અણનમ રહી હતી. મુંબઈએ ગઈ કાલે બૅટિંગ મળ્યા પછી કૅપ્ટન ઓપનર યાસ્તિકા ભાટિયા (૪૪ રન, ૩૭ બૉલ, એક સિક્સર, પાંચ ફોર), નૅટ સિવર (૩૬ રન, ૩૧ બૉલ, એક સિક્સર, પાંચ ફોર) અને ઍમેલી કેર (૧૯ રન, ૧૩ બૉલ, બે ફોર)ની ઇનિંગ્સની મદદથી ૨૦ ઓવરમાં ૮ વિકેટે ૧૬૨ રન બનાવ્યા હતા. ગુજરાત વતી ઍશ ગાર્ડનરે ત્રણ તેમ જ કિમ ગર્થ, કૅપ્ટન સ્નેહ રાણા, તનુજા કંવરે એક-એક વિકેટ લીધી હતી. ઍનાબેલ સધરલૅન્ડને ૪૨ રનમાં વિકેટ નહોતી મળી. મુંબઈની ઇનિંગ્સ બાદ ગુજરાતે શરૂઆતથી જ વિકેટ ગુમાવી હતી અને મુંબઈની બોલર્સ ગુજરાતની બૅટર્સ પર હાવી થઈ ગઈ હતી.

sports news sports cricket news womens premier league mumbai indians