22 February, 2025 08:39 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
વિમેન્સ પ્રીમિયર લીગ (WPL)ની આઠમી મૅચ દિલ્હી કૅપિટલ્સ અને યુપી વૉરિયર્સ વચ્ચે રમાશે
આજે વિમેન્સ પ્રીમિયર લીગ (WPL)ની આઠમી મૅચ દિલ્હી કૅપિટલ્સ અને યુપી વૉરિયર્સ વચ્ચે રમાશે. બન્ને ટીમ વચ્ચે પાંચ મૅચ રમાઈ છે, જેમાંથી યુપી વૉરિયર્સની ટીમ માત્ર એક મૅચ માર્ચ ૨૦૨૪માં જીતી હતી. આ સીઝનમાં બન્ને ટીમ વચ્ચે બીજી વાર ટક્કર થશે. પહેલી ટક્કરમાં દિલ્હીએ સાત વિકેટે જીત નોંધાવી હતી. યુપીની ટીમ અને નવી કૅપ્ટન દીપ્તિ શર્મા આ સીઝનની પોતાની પહેલી જીત મેળવવા સંઘર્ષ કરશે, જ્યારે દિલ્હીની ટીમ ટોચ પર બની રહેવાનો પ્રયાસ કરશે.