03 March, 2025 09:58 AM IST | Bengaluru | Gujarati Mid-day Correspondent
દિલ્હીની કૅપ્ટન મેગ લૅનિંગ
શનિવારે વિમેન્સ પ્રીમિયર લીગ (WPL)ની ત્રીજી સીઝનની ૧૪મી મૅચમાં રૉયલ ચૅલેન્જર્સ બેન્ગલુરુનો ૧૪૮ રનનો ટાર્ગેટ ૧૫.૩ ઓવરમાં એક વિકેટના ભોગે ૧૫૧ રન બનાવીને ચેઝ કરીને દિલ્હી કૅપિટલ્સે જીત મેળવી હતી. સતત ત્રીજી મૅચ જીતીને કૅપ્ટન મેગ લૅનિંગની ટીમ ત્રીજી સીઝનમાં નૉક-આઉટ માટે ક્વૉલિફાય થનારી પહેલી ટીમ બની છે. એવામાં હવે અન્ય ટીમ કેવી રીતે નૉક-આઉટમાં પહોંચી શકે છે એના પર નજર કરવી જરૂરી છે. પૉઇન્ટ્સ-ટેબલમાં પહેલા નંબરે રહેનારી ટીમ ૧૫ માર્ચની ફાઇનલમાં સીધી એન્ટ્રી કરશે, જ્યારે બીજા અને ત્રીજા ક્રમે રહેનારી ટીમ વચ્ચે ૧૩ માર્ચે એલિમિનેટર મૅચ રમાશે, આ મૅચની વિજેતા ટીમ ફાઇનલમાં પહોંચશે.
દિલ્હી કૅપિટલ્સ : નૉક-આઉટમાં સ્થાન મેળવનાર આ ટીમ પોતાની અંતિમ મૅચ જીતીને પહેલા ક્રમની સ્થિતિ વધુ મજબૂત કરી સીધી ફાઇનલમાં પહોંચી જશે.
મુંબઈ ઇન્ડિયન્સ : બાકીની ત્રણ ગ્રુપ-સ્ટેજ મૅચમાંથી ઓછામાં ઓછી બે મૅચ જીતીને નૉક-આઉટ માટે ક્વૉલિફાય થશે.
યુપી વૉરિયર્સ : આ ટીમે નૉક-આઉટમાં પહોંચવા પોતાની આગામી ત્રણેય મૅચ જીતવી પડશે. એક પણ મૅચમાં હારશે તો એનું ભવિષ્ય અન્ય ટીમનાં રિઝલ્ટ પર નિર્ભર કરશે.
રૉયલ ચૅલેન્જર્સ બેન્ગલુરુ : પ્લેઑફમાં પ્રવેશવા માટે તેમણે બાકીની બન્ને મૅચ જીતવી પડશે અને અન્ય રિઝલ્ટ પર આધાર રાખવો પડશે.
ગુજરાત જાયન્ટ્સ : નૉક-આઉટમાં પહોંચવા પોતાની આગામી ત્રણેય મૅચ જીતવી પડશે. એક પણ મૅચમાં હારશે તો અન્ય મૅચનાં રિઝલ્ટ પરથી ભવિષ્ય નક્કી થશે.
|
WPL 2025નું પૉઇન્ટ્સ-ટેબલ |
|||||
|
ટીમ |
મૅચ |
જીત |
હાર |
નેટ રન-રેટ |
પૉઇન્ટ્સ |
|
દિલ્હી |
૭ |
૫ |
૨ |
+૦ .૪૮૨ |
૧૦ |
|
મુંબઈ |
૫ |
૩ |
૨ |
+૦.૧૬૬ |
૬ |
|
યુપી |
૫ |
૨ |
૩ |
-૦.૧૨૪ |
૪ |
|
બૅન્ગલોર |
૬ |
૨ |
૪ |
-૦.૨૪૪ |
૪ |
|
ગુજરાત |
૫ |
૨ |
૩ |
-૦.૪૫૦ |
૪ |