મહિલા તીરંદાજો જોરદાર પવનને કારણે હારી ગઈ

30 July, 2012 06:08 AM IST  | 

મહિલા તીરંદાજો જોરદાર પવનને કારણે હારી ગઈ

ભારતની વર્લ્ડ નંબર વન મહિલા તીરંદાજ દીપિકા કુમારી, લૈશરામ બોમ્બાયલા દેવી અને ચેક્રોવૉલુ સ્વુરો સહિતની ટીમ ગઈ કાલે ઑલિમ્પિક્સની ટીમ-ઇવેન્ટમાં ડેન્માર્ક સામે ૨૧૦-૨૧૧થી હારી ગયા પછી ભારતીય ટીમે કહ્યું હતું કે વારંવાર ફૂંકાતા ત્રાસા પવનને કારણે અમે સારું પર્ફોમ નહોતાં કરી શક્યાં.

હવે દીપિકા કુમારી ઇન્ડિવિજ્યુઅલ ઇવેન્ટમાં સારું પર્ફોમ કરશે એવી અપેક્ષા રાખવામાં આવી છે. બોમ્બાયલાએ પત્રકારોને કહ્યું હતું કે ‘અમે થોડી કમનસીબ હતી. અમે અમારાથી બનતો બધો પ્રયત્ન કર્યો હતો, પરંતુ પવનને કારણે અમારા પર્ફોમન્સ પર ખરાબ અસર થઈ હતી. અમે જરાક માટે હારી ગયાં.’