બ્રેથવેટને લીધે વિન્ડીઝને ચમત્કારની આશા

04 December, 2022 05:48 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

ઑસ્ટ્રેલિયાને હરાવવા હજી ૩૦૬ રનની જરૂર, વેસ્ટ ઇન્ડીઝે ૩ વિકેટે બનાવ્યા ૧૯૨ રન

પ્રતીકાત્મક તસવીર

ગઈ કાલે પર્થ ટેસ્ટમાં પૅટ કમિન્સની ગેરહાજરીમાં ઑસ્ટ્રેલિયાના બોલિંગ આક્રમણનો સામનો કરતાં વેસ્ટ ઇન્ડીઝના કૅપ્ટન ક્રેગ બ્રેથવેટે (૧૦૧ નૉટઆઉટ) પોતાના કરીઅરની ૧૧મી સદી ફટકારી કરી હતી. વેસ્ટ ઇન્ડીઝને જીતવા માટે ૪૯૮ રન બનાવવાના છે અથવા તો મૅચને ડ્રૉ કરવી હોય તો ૧૫૪ ઓવર સુધી રમવાનું છે. ગઈ કાલે છેલ્લાં બે સેશનમાં બ્રેથવેટની બૅટિંગના લીધે વેસ્ટ ઇન્ડીઝને જીતની આશા જન્મી છે. જોકે પહેલી મૅચ હારે એવી શક્યતા વધુ છે. કમિન્સ ગઈ કાલે તબિયત ખરાબ થતાં બોલિંગ કરી શક્યો નહોતો. જોકે છેલ્લા સેશનમાં મેદાનમાં તે પાછો જરૂર ફર્યો હતો. ગઈ કાલે નૅથન લાયને બે વિકેટ ઝડપી હતી. કમિન્સની ગેરહાજરીમાં સ્મિથે કૅપ્ટન્સી સંભાળી હતી. ગઈ કાલે ઑસ્ટ્રેલિયાએ બે વિકેટે ૧૮૨ રન બનાવીને દાવ ડિકલેર કર્યો હતો. આજે વેસ્ટ ઇન્ડીઝે ૩૦૬ રન બનાવવાના છે. એણે ૧૯૨ રનમાં ૩ વિકેટ ગુમાવી છે.

sports news cricket news