સિડનીમાં ક્વૉરન્ટીન દરમ્યાન ટ્રેઇનિંગ લેશે ટીમ ઇન્ડિયા?

22 October, 2020 05:42 PM IST  |  Sydney

સિડનીમાં ક્વૉરન્ટીન દરમ્યાન ટ્રેઇનિંગ લેશે ટીમ ઇન્ડિયા?

પ્રતીકાત્મક તસવીર

આવતા મહિને ભારત અને ઑસ્ટ્રેલિયા વચ્ચે થનારી લિમિટેડ ઓવરની સિરીઝ માટે સિડની અને કૅનબેરા ટીમ ઇન્ડિયા માટે એન્ટ્રી પૉઇન્ટ બની શકે છે. હાલની યોજના મુજબ પ્રારંભિક ધોરણે ટીમ ઇન્ડિયા બ્રિસ્બેનમાં લૅન્ડ કરશે અને ત્યાં ૧૪ દિવસ ફરજિયાત ક્વૉરન્ટીનમાં રહેશે. આ સમયગાળા દરમિયાન ટીમ ઇન્ડિયાને કોઈ પણ પ્રકારની ટ્રેઇનિંગ કરવાની પરમિશન આપવામાં નહીં આવે. એવામાં અન્ય એક સમાચાર મુજબ સિડનીમાં ભારતીય પ્લેયરને પ્રવેશ આપવામાં આવી શકે છે અને ૧૪ દિવસના ક્વૉરન્ટીન પિરિયડમાં તેમને ટ્રેઇનિંગ કરવાની અનુમતિ પણ મળી શકે છે. ભારત અને ઑસ્ટ્રેલિયા વચ્ચે ત્રણ ટી૨૦ અને ત્રણ વન-ડે મૅચ જ્યારે કૅનબેરાના મનૌકા ઓવલમાં બે ગેમ  રમાશે.
ન્યુ સાઉથ વેલ્સના સ્પોર્ટ્સ મિનિસ્ટર સ્ટુઅર્ટ ઐરેસે જણાવ્યું હતું કે તેમને ક્રિકેટ ઑસ્ટ્રેલિયા પાસેથી અરજી પ્રાપ્ત થઈ છે, જેમાં ભારતીય અને ઑસ્ટ્રેલિયન ક્રિકેટ ટીમને ફરજિયાત ક્વૉરન્ટીન અને ટ્રેઇનિંગ કરવાની મંજૂરી આપવાની વાત કહેવામાં આવી છે. હાલના સમયમાં ન્યુ સાઉથ વેલ્સના અધિકારીઓ આ સંદર્ભે પરિસ્થિતિની સમીક્ષા કરી રહ્યા છે. જો ન્યુ સાઉથ વેલ્સની રાજ્ય સરકાર અને ક્રિકેટ ઑસ્ટ્રેલિયા વચ્ચે કોઈ પણ પ્રકારના કરાર થાય છે તો રિવાઇઝ્ડ પ્લાન ક્રિકેટ ઑસ્ટ્રેલિયા અને ભારતીય ક્રિકેટ બોર્ડની મંજૂરી માટે મોકલવામાં આવશે.

cricket news sports news australia