ટેસ્ટ સિરીઝમાં ઇંગ્લૅન્ડના નબળા ટૉપ ઑર્ડરને અમે ટાર્ગેટ કરીશું:બાબર આઝમ

04 July, 2020 01:03 PM IST  |  Worcestershire | Agencies

ટેસ્ટ સિરીઝમાં ઇંગ્લૅન્ડના નબળા ટૉપ ઑર્ડરને અમે ટાર્ગેટ કરીશું:બાબર આઝમ

બાબર આઝમ

પાકિસ્તાન ક્રિકેટ ટીમના વિરાટ કોહલી કહેવાતા બાબર આઝમે કહ્યું કે ટેસ્ટ સિરીઝમાં અમારી ટીમ ઇંગ્લૅન્ડના નબળા ટૉપ ઑર્ડરને ટાર્ગેટ કરશે. આ વિશે વાત કરતાં બાબરે કહ્યું કે ‘વિરાટ કોહલી સાથે મારી સરખામણી મને યોગ્ય નથી લાગતી. જો લોકો મને જાવેદ મિયાંદાદ, મોહમ્મદ યુસુફ અથવા યુનુસ ખાન સાથે સરખાવે તો મને ગમશે. જ્યારે તમે સેન્ચુરી ફટકારો છો ત્યારે તમે ડબલ અથવા ટ્રિપલ સેન્ચુરી મારવાની આશા પણ રાખો છો. આ સિરીઝમાં પણ હું આ જ ઇચ્છું છું. હું મારી નૅચરલ ગેમ રમવાનો ચોક્કસ પ્રયાસ કરીશ. જોકે મારા શૉટ બોલર અને પરિસ્થિતિ પર આધાર રાખે છે. અમારી ટીમે ઇંગ્લૅન્ડ ટૂરમાં સારો પર્ફોર્મન્સ આપ્યો હતો માટે આ ટૂરમાં પણ અમે આ સિરીઝને લઈને ઘણા સકારાત્મક છીએ. હાલમાં અમે આ ટેસ્ટ સિરીઝ જીતવાનો પ્રયાસ કરીશું. યજમાન ટીમને પોતાની ધરતીનો સપોર્ટ મળશે, પણ બોલરો માટે આ પરિસ્થિતિ ઘણી અઘરી છે. અમે ઇંગ્લૅન્ડના નબળા ટૉપ ઑર્ડરને ટાર્ગેટ કરીશું. મોહમ્મદ અબ્બાસ સારોએવો અનુભવ ધરાવે છે, જ્યારે નસીમ શાહ અને શાહિન આફ્રિદી ઘણા વિસ્ફોટક પ્લેયર છે. અમારા બોલરો પાસેથી અમને સૌથી વધારે આશા છે.’

cricket news sports news pakistan