05 July, 2025 10:39 AM IST | London | Gujarati Mid-day Correspondent
ડૅરેન સૅમી
ઑસ્ટ્રેલિયા સામેની ત્રણ મૅચની ટેસ્ટ-સિરીઝમાં વેસ્ટ ઇન્ડીઝ ૦-૧થી પાછળ છે, પણ તેમના બોલર્સ શાનદાર બોલિંગને કારણે ચર્ચામાં છે. પહેલી ટેસ્ટ-મૅચમાં કાંગારૂ ટીમને ૧૮૦ અને ૩૧૦ રનના સ્કોર પર આઉટ કરનાર વેસ્ટ ઇન્ડીઝના બોલર્સે બીજી ટેસ્ટ-મૅચના પહેલા દિવસે મહેમાન ટીમને ૬૬.૫ ઓવરમાં ૨૮૬ રનમાં સમેટી દીધી હતી.
વેસ્ટ ઇન્ડીઝના ત્રણેય ફૉર્મેટના હેડ કોચ ડૅરેન સૅમીએ પોતાના બોલિંગ-આક્રમણ પર ગર્વ કરતાં કહ્યું કે ‘અમે વિશ્વની નંબર-વન ટીમ સામે ત્રણ ઇનિંગ્સ રમી છે અને અમે ત્રીસ વિકેટ લીધી છે. જો તમે ડ્રૉપ કેચ ગણો તો કદાચ ૩૭ વિકેટ. હું એને હોમવર્ક તરીકે જોઉં છું અને અમારા બોલરો ટોચના ક્રમને પડકારતા રહે છે. બોલરોએ પોતાનું હોમવર્ક કર્યું છે અને જ્યારે તેઓ યોગ્ય ક્ષેત્રમાં બોલિંગ કરે છે ત્યારે તેઓ ફક્ત ઑસ્ટ્રેલિયાને જ નહીં, કોઈ પણ ટૉપ ટીમને મુશ્કેલીમાં મૂકી શકે છે.’
તેણે નવા બોલિંગ-કોચ રવિ રામપૉલની એક અલગ બોલિંગ-કલ્ચર બનાવવા બદલ પ્રશંસા પણ કરી હતી.