નાઇટહૂડને લીધે શરૂ થયેલી કન્ટ્રોવર્સીથી ફરક નથી પડતો : જ્યૉફ્રી બૉયકૉટ

12 September, 2019 12:17 PM IST  |  લંડન

નાઇટહૂડને લીધે શરૂ થયેલી કન્ટ્રોવર્સીથી ફરક નથી પડતો : જ્યૉફ્રી બૉયકૉટ

જ્યૉફ્રી બૉયકૉટ

ક્રિકેટ જગતમાં પોતાના અમૂલ્ય યોગદાનને કારણે ઇંગ્લૅન્ડના ભૂતપૂર્વ ક્રિકેટર જ્યૉફ્રી બૉયકૉટ અને ઍન્ડ્ર્યુ સ્ટ્રાઉસને નાઇટહૂડની પદવીથી સન્માનિત કરવામાં આવ્યા છે. બૉયકૉટને આ પદવી મળતાં તેની સાથે જોડાયેલો બે દશક જૂનો વિવાદ ફરી એક વાર જાગી ગયો છે. ૧૯૯૬માં બૉયકૉટે એક ફ્રેન્ચ હોટેલમાં પોતાની ગર્લફ્રેન્ડ માર્ગરેટ મુરી સાથે હાથાપાઈ કરી હતી જેના બાદ તેના પર ફ્રાન્સની કોર્ટમાં કેસ પણ ચાલ્યો હતો. બૉયકૉટને આ પદવી મળતાં કેટલાક સમાજસેવકોએ એનો વિરોધ કર્યો હતો જેના જવાબમાં બૉયકૉટે સ્પષ્ટતા કરતાં કહ્યું હતું કે ‘આ લગભગ ૨૫ વર્ષ જૂની વાત છે. મને નાઇટહૂડની ઉપાધિ માત્ર ક્રિકેટના ક્ષેત્રમાં મારા યોગદાનને કારણે આપવામાં આવી છે. આ વાતને લઈને જે પણ કન્ટ્રોવર્સી ચાલી રહી છે એનાથી મને ફરક નથી પડતો.’

આ પણ વાંચો : વૉર્નરની એક સારી ઇનિંગ અમને ઍશિઝ જીતવામાં મદદરૂપ થશે : કોચ જસ્ટિન લૅન્ગર

નોંધનીય છે કે બૉયકૉટ પર લાગેલા આ આરોપને પગલે તેને એ સમયે ૫૦૦૦ પાઉન્ડ અને ત્રણ મહિનાનો જેલવાસ વેઠવાનો વારો આવ્યો હતો. બૉયકૉટે કુલ ૧૦૮ ટેસ્ટ મૅચમાં ૮૧૧૪ રન બનાવ્યા છે.

cricket news sports news