સહા કે પંત?

01 October, 2019 03:30 PM IST  |  મુંબઈ

સહા કે પંત?

સહા કે પંત?

નવી દિલ્હી : (આઇ.એ.એન.એસ.) ટેસ્ટ ચૅમ્પિયનશિપના ભાગરૂપે ઇન્ડિયા અને સાઉથ આફ્રિકા વચ્ચેની પહેલી ટેસ્ટ મૅચ આવતી કાલથી રમાવાની છે. બન્ને ટીમો વચ્ચેની ટી૨૦ સિરીઝ ડ્રો રહ્યા બાદ ત્રણ ટેસ્ટ મૅચની સિરીઝ રમાશે. આ સિરીઝ શરૂ થતાં પહેલાં ભારતીય ક્રિકેટ ટીમના કૅપ્ટન અને કોચને એક પ્રશ્ન મૂંઝવી રહ્યો છે કે વૃદ્ધિમાન સહા અને રિષભ પંતમાંથી કોને પસંદ કરવો? મહેન્દ્ર સિંહ ધોનીના વિકલ્પરૂપે રિષભ પંતને ટ્રેઇનિંગ અપાઈ રહી છે, પણ સાથે-સાથે બૅટિંગમાં તેની પાસેથી નિરાશા જ સાંપડી છે. સહાના કેસમાં પણ કંઈક એવું છે. ફાસ્ટ બોલરો સામે તેનું પ્રદર્શન પણ ચિંતાનો વિષય છે. થોડા દિવસ અગાઉ ઇન્ડિયા ‘એ’ અને સાઉથ આફ્રિકા ‘એ’ વચ્ચેની મૅચમાં સહાએ સારું પ્રદર્શન કર્યું હતું, જ્યારે પંતમાં પણ ગેમને બદલવાની રહેલી ક્ષમતાને નકારી શકાય એમ નથી. 

રવિ શાસ્ત્રીએ પણ આ બન્ને પ્લેયરોની અલગ-અલગ વિશેષતાઓ જણાવી હતી, પણ કયો પ્લેયર કઈ ફૉર્મેટ માટે યોગ્ય રહેશે એની સ્પષ્ટપણે જાણકારી નહોતી આપી. વિવિધ ચર્ચાઓ છતાં પંતનું પલડું સહા કરતાં ભારે હોવાની વકી છે. તેમ છતાં, આવતી કાલની પહેલી ટેસ્ટમાં ટીમ કયા પ્લેયર સાથે મેદાનમાં ઊતરશે એ જોવા જેવું રહેશે.

cricket news wriddhiman saha Rishabh Pant