પૉન્ટિંગે સામનો કરેલી બેસ્ટ ઓવર કઈ હતી?

11 April, 2020 01:07 PM IST  |  Mumbai Desk

પૉન્ટિંગે સામનો કરેલી બેસ્ટ ઓવર કઈ હતી?

ઑસ્ટ્રેલિયાના ભૂતપૂર્વ કૅપ્ટન રિકી પૉન્ટિંગે હાલમાં પોતે કઈ બેસ્ટ ઓવરનો સામનો કર્યો હતો એ વિશે જણાવ્યું છે. ૨૦૦૫માં ઍશિઝ ટેસ્ટ દરમ્યાન ઍન્ડ્રુ ફ્લિન્ટોફે નાખેલી ઓવર સૌથી બેસ્ટ હોવાનું પૉન્ટિંગે જણાવ્યું છે. ઇંગ્લૅન્ડના ક્રિકેટ બોર્ડ દ્વારા હાલમાં જ આ ઓવરનો એક વિડિયો શૅર કરવામાં આવ્યો હતો. આ વિડિયો પર રીઍક્ટ કરતાં પૉન્ટિંગે ટ્વીટ કર્યું હતું કે ‘હું રમ્યો હતો એમાંની આ સૌથી બેસ્ટ ઓવર હતી. ૯૦ ઓડ માઇલ પર અવરની સ્પીડ પર ક્લાસ રિવર્સ સ્વિંગ તેણે કર્યા હતા.’
ઍશિઝની જે મૅચની પૉન્ટિંગ વાત કરી રહ્યો છે એ મૅચ ઑસ્ટ્રેલિયાએ માત્ર બે રનથી ગુમાવી હતી. એ મૅચમાં ઇંગ્લૅન્ડે પહેલાં બૅટિંગ કરતાં ૪૦૭ રન બનાવ્યા હતા જેની સામે ઑસ્ટ્રેલિયા પહેલી ઇનિંગમાં ૩૦૮ રને ઑલઆઉટ થયું હતું. બીજી ઇનિંગમાં શેન વૉર્નની જબરદસ્ત બોલિંગને લીધે ઇંગ્લૅન્ડ ૧૮૨ રનમાં ઑલઆઉટ થયું હતું. ૨૮૨ રનના લક્ષ્યને પ્રાપ્ત કરવા ઊતરેલી ઑસ્ટ્રેલિયન ટીમને ઍન્ડ્રુ ફ્લિન્ટોફે ઘણી હેરાન-પરેશાન કરી હતી અને રિકી પૉન્ટિંગને પણ વહેલો પૅવિલિયનભેગો કરી દીધો હતો.

ricky ponting sports sports news