ક્રિકેટ શરૂ થાય તો એના સ્ટાન્ડર્ડ સાથે છેડછાડ ન કરવી જોઈએ : રૂટ

09 May, 2020 03:25 PM IST  |  Mumbai Desk | Agencies

ક્રિકેટ શરૂ થાય તો એના સ્ટાન્ડર્ડ સાથે છેડછાડ ન કરવી જોઈએ : રૂટ

રૂટ

ઇંગ્લૅન્ડ ટેસ્ટ ક્રિકેટ ટીમના કૅપ્ટન જો રૂટનું કહેવું છે કે કોરોનાને લીધે હાલના સમયમાં કોઈ ગેમ નથી રમાઈ રહી માટે ક્રિકેટના સ્ટાન્ડર્ડ સાથે કોઈ પણ પ્રકારની છેડછાડ ન કરવી જોઈએ. આ મુદ્દે વાત કરતાં જો રૂટે કહ્યું કે ‘જો ગેમ સાથે કોઈ પણ પ્રકારનું કૉમ્પ્રોમાઇઝ કરવામાં આવે તો એ યોગ્ય નથી અને આપણે આગળ ન વધવું જોઈએ. ગેમની ઇન્ટેન્સિટી હજી બરકરાર છે. જો તમે ટેસ્ટ ક્રિકેટ નથી રમી શકતા તો સારું છે કે ન રમો. એ તમને યોગ્ય પ્રતિસાદ નહીં આપે. આસપાસના લોકો બૉલ ચેન્જ કરવાની વાતો કરતા રહે છે. એ જોવું રસપ્રદ રહેશે કે એનાથી ગેમમાં કેવો સુધારો આવે છે. આશા રાખું કે બૉલમાં વધારે સીમ નહીં હોય અને અમે વધારે વિકેટ લઈ શકીએ.’

cricket news sports sports news