જ્યારે એક રન માટે લેવાઈ ડકવર્થ લુઈસ નિયમની મદદ

23 January, 2019 03:41 PM IST  | 

જ્યારે એક રન માટે લેવાઈ ડકવર્થ લુઈસ નિયમની મદદ

ડક વર્થ લુઈસના નિયમથી ભારતની જીત

સામાન્ય રીતે મેચમાં વરસાદ પડવાના કારણે કે લાઈટ્સની સમસ્યા કે પછી મેચને વચ્ચે જ રોકવામાં આવે ત્યારે સામાન્ય રીતે ડક વર્થ લુઈસના નિયમનો ઉપયોગ કરવામાં આવે છે. ડક વર્થ લુઈસના નિયમની મદદથી ટીમોની જીત અને હારનો નિર્ણય નક્કી કરવામાં આવે છે. ભારત અને ન્યુઝીલેન્ડ વચ્ચે રમાયેલી પ્રથમ વન-ડેમાં પણ નિર્ણય માટે ડક વર્થ નિયમના સહારે લેવાયો હતો.

ભારત અને ન્યુઝીલેન્ડ વચ્ચે રમાયેલી પ્રથમ વન-ડે વરસાદ નહોતો પડ્યો, તેમ છતાંય ડકવર્થ લુઈસની જરૂર પડી. ભારતીય ટીમ ટી બ્રેક સાથે પરત ફરતા જ રોહિત શર્માની વિકેટ ગુમાવી હતી ત્યારબાદ મેચ તડકાના કારણે રોકવામાં આવી હતી. સૂર્યના સીધો તડકો આંખમાં આવતા બેટ્સમેનને બેટિંગમાં મુશ્કેલી પડી રહી હતી. જેને કારણે મેચ અટકાવવી પડી હતી. જો કે થોડીવારમાં ફરી શરૂ કરાઈ હતી. જે બાદ ભારતને ડક વર્થ લુઈસના નિયમના આઘારે 156 રનનો ટાર્ગેટ મળ્યો હતો. જેને ભારતે 35મી ઓવરમાં પૂરો કર્યો હતો.

 

આ પણ વાંંચો: IND VS NZ: 8 વિકેટે ભારતનો શાનદાર વિજય

 

શું છે ડક વર્થ લુઈસનો નિયમ ?

બે અંગ્રેજ આંકડા શાસ્ત્રી ફ્રેંક ડકવર્થ અને ટોની લુઈસ દ્વારા આ નિયમ આપવામાં આવ્યો હતો જેને ખુબજ સચોટ માનવામાં આવે છે. ડક વર્થ લુઈસની ગણતરી એક પોઈન્ટ ટેબલના આધારે કરવામાં આવે છે. આ ટેબલ સંભાવના એટલે કે પ્રોબેબિલીટીનાં નિયમોને આધારે કરવામાં આવી છે. ટીમ દ્વારા રમાયેલી ઓવરો અને તેમાં થયેલા રનની સરેરાશને આધારે ટાર્ગેટ નક્કી કરવામાં આવે છે. લક્ષ્યાંકનો પીછો કરવા ઉતરેલી ટીમના સ્કોર, તેમણે ગુમાવેલી વિકેટ અને રમેલી ઓવરોના આશરે ટીમનો લક્ષ્યાંક નક્કી કરવામાં આવે છે.