રવિ શાસ્ત્રીએ પોતાની પહેલી ટેસ્ટમાં શુ કર્યું જે કોઇ નથી કરી શક્યું

26 June, 2020 08:38 PM IST  |  Mumbai Desk | Gujarati Mid-day Online Correspondent

રવિ શાસ્ત્રીએ પોતાની પહેલી ટેસ્ટમાં શુ કર્યું જે કોઇ નથી કરી શક્યું

રવિ શાસ્ત્રી

પાકિસ્તાનના મહાન વસીમ અકરમે આ કારનામાને બીજીવાર અંજામ આપ્યો અને ઇતિહાસમાં આવું કરનાર તે એકમાત્ર બૉલર છે. વસીમ અકરમે પહેલી વાર આ કારનામાને વર્ષ 1990-91માં વિંડીઝ વિરુદ્ધ, તો બીજી વાર આને ફરી બીજા વર્ષે ઇન્ગલેન્ડ વિરુદ્ધ આ દોહરાવ્યું હતું.

બૉલરમાં ભારતીય બૉલર્સે એકથી એક કારનામા કર્યા છે. દિગ્ગજ કપિલ દેવથી લઈને અનિલ કુંબલે, હરભજન સિંહ સહિત તમામ બૉલર્સે કેટલાય રેકૉર્ડ પોતાના કરિઅરમાં બનાવ્યા, પણ જે કારનામો વર્તમાન ભારતીય કોચ રવિ શાસ્ત્રીએ કર્યો, તેને બીજું કોઇ ભારતીય બૉલર કરી શક્યો નથી. હકીકતે રવિ શાસ્ત્રીએ આ કારનામું પોતાના કરિઅરની પહેલી જ ટેસ્ટ મેચમાં કર્યો હતો અને આ તે વાત છે, જે ટેસ્ટ ઇતિહાસના 143 વર્ષ બાદ ઇતિહાસમાં વિશ્વનો કોઇપણ બૉલર કરી શક્યો નથી. રવિ શાસ્ત્રીએ આ કારનામાને વર્ષ 1980-81માં ન્યૂઝીલેન્ડ વિરુદ્ધ વેલિંગટનમાં કર્યું.

તો પાકિસ્તાન મહાન વસીમ અકરમે આ કારનામાને બે વાર અંજામ આપ્યો અને તે ઇતિહાસમાં આમ કરનાર એકમાત્ર બૉલર છે. વસીમ અકરમે પહેલી વાર આ કારનામો 1990-91માં વિંડીઝ વિરુદ્ધ, તો બીજી વાર ઇંગ્લેન્ડ વિરુદ્ધ કર્યો હતો.

આ કારનામું એ હતું કે ચાર બૉલમાં ત્રણ વિકેટ લેવી. શાસ્ત્રી પહેલી જ ટેસ્ટમાં ન્યૂઝીલેન્ડની વિરુદ્ધ હેટ્રિક પર હતા. સુનીલ ગાવસ્કરે દિલીપ દોષીના ઇજાગ્રસ્ત થવા પર ખાસ કરીને રવિ શાસ્ત્રીની માગ કરી હતી અને શાસ્ત્રીએ કૅપ્ટનને ખુશ કરી દીધા. શાસ્ત્રીએ ફાસ્ટ બૉલરની મદદરૂપ એવી પિચ પર ફક્ત ત્રણ ઓવરની બૉલિંગની. આ ત્રણ ઓવરમાં શાસ્ત્રીએ ફક્ત નવ રન્સ આપીને ત્રણ વિકેટ લઈ લીધી છે. અને આ ત્રણ વિકેટ ચાર બૉલની અંદર લઈ લીધા હતા. અને કરિઅરના પહેલા ટેસ્ટમાં આ કારનામુ ઘડનાર ક્રિકેટના ઇતિહાસમાં એકમાત્ર બૉલર છે.

ravi shastri cricket news sports news sports