11 November, 2026 12:23 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
બંગલાદેશ સામે સતત ચાર ટેસ્ટ-સિરીઝમાં અપરાજિત રહ્યું વેસ્ટ ઇન્ડીઝ.
બંગલાદેશ સામે બીજી ટેસ્ટ-મૅચ ડ્રૉ રહેવા છતાં વેસ્ટ ઇન્ડીઝે પહેલી મૅચની ૮ વિકેટની જીતને કારણે બે મૅચની સિરીઝમાં ૧-૦થી જીત નોંધાવી છે. વેસ્ટ ઇન્ડીઝે ૯૩ ઓવરમાં ૩૯૮-૬ના સ્કોરે ગઈ કાલે બીજી ઇનિંગ્સ ડિક્લેર કરીને ૩૬૯ રનનો ટાર્ગેટ આપ્યો હતો. યજમાન ટીમ બંગલાદેશે દિવસના અંત સુધીમાં ૫૯ ઓવરમાં ૧૮૪-૪નો સ્કોર કર્યો હતો. પહેલી ઇનિંગ્સમાં કૅરિબિયનોએ ૩૫૬ રન અને બંગલાદેશે ૩૮૬ રનનો સ્કોર કર્યો હતો.
મુશફિકુર રહીમ બીજી ઇનિંગ્સમાં ૪૯ રન કરીને બંગલાદેશ માટે ૭૦૦૦ ટેસ્ટ-રન કરનાર બંગલાદેશનો પહેલો બૅટર બન્યો હતો. પહેલી ઇનિંગ્સમાં ૨૪૨ રન કરનાર તૌહિદ હૃદયે બીજી ઇનિંગ્સમાં ૮૨ રન કરીને પ્લેયર ઑફ ધ મૅચનો અવૉર્ડ જીત્યો હતો. વેસ્ટ ઇન્ડીઝનો ડાબોડી સ્પિનર જોમેલ વૉરિકન ૧૬ વિકેટ લઈને પ્લેયર ઑફ ધ સિરીઝ બન્યો.