ગેઇલ કન્ટ્રોલમાં તો કપ કબજામાં

07 October, 2012 03:10 AM IST  | 

ગેઇલ કન્ટ્રોલમાં તો કપ કબજામાં



કોલંબો : T20 વર્લ્ડ કપમાં (સ્ટાર ક્રિકેટ, સ્ટાર ક્રિકેટ એચડી અને ડીડી નૅશનલ પર સાંજે ૭.૦૦) આજે કરોડો ક્રિકેટપ્રેમીઓને આ ફૉર્મેટની ક્રિકેટનું નવું ચૅમ્પિયન જોવા મળશે. પહેલી વાર યજમાન ટીમ આ ટ્રોફી જીતી હોવાનો પ્રથમ કિસ્સો બનશે અથવા વેસ્ટ ઇન્ડીઝની જનતા ૩૩ વર્ષ પહેલી વાર પોતાની ટીમના હાથમાં વર્લ્ડ કપનો તાજ જોશે.

કૅરિબિયન ટીમ કોઈ વિશ્વકપ જીતી હોય એવું છેલ્લે ૧૯૭૯માં બન્યું હતું જેમાં ક્લાઇવ લૉઇડ ઍન્ડ કંપનીએ લૉર્ડ્સમાં યજમાન ઇંગ્લૅન્ડને હરાવીને ટ્રોફી જાળવી રાખી હતી. આજે યજમાન શ્રીલંકાને હરાવીને પહેલી વાર આ ફૉર્મેટનો કપ જીતવાનો ડૅરેન સૅમી ઍન્ડ કંપનીને મોકો છે.

આ વખતના વર્લ્ડ કપમાં સેકન્ડબેસ્ટ ૨૧૯ રન બનાવનાર અને સૌથી વધુ ૧૬ સિક્સર ફટકારનાર ક્રિસ ગેઇલ નામના વાવાઝોડાને જો શ્રીલંકન બોલરો કાબૂમાં રાખવામાં સફળ થશે તો આ ટ્રોફી પહેલી વાર જીતવાનો તેમનું સપનું સાકાર થશે.

કૅપ્ટન માહેલા જયવર્દને અને કુમાર સંગકારાની આ કુલ ચોથી વર્લ્ડ કપ ફાઇનલ છે અને એ જીતવા તેઓ મરતે દમ તક લડી લેશે. શ્રીલંકા ૨૦૦૭ના વન-ડેના વર્લ્ડ કપની ફાઇનલ, ૨૦૦૯ના T20 વર્લ્ડ કપની અને ૨૦૧૧માં વન-ડેના વર્લ્ડ કપની ફાઇનલ હારી ગયું હતું.

આજે ખરી કસોટી વેસ્ટ ઇન્ડીઝની સ્ટ્રૉન્ગ બૅટિંગ લાઇન-અપ અને શ્રીલંકાની ટૅલન્ટેડ બોલિંગ લાઇન-અપ વચ્ચે છે. શ્રીલંકનોને ક્રિસ ગેઇલ ઉપરાંત ઓપનર જૉન્સન ચાર્લ્સ, માર્લન સૅમ્યુલ્સ, ડ્વેઇન બ્રાવો અને કીરૉન પોલાર્ડનો પણ ડર રહેશે. જોકે કૅરિબિયન બૅટ્સમેનોએ લસિથ મલિન્ગા તેમ જ સ્પિનરો રંગાના હેરાથ અને અજંથા મેન્ડિસથી સાવધ રહેવું પડશે.

કોણ ફાઇનલમાં કેવી રીતે?

શ્રીલંકા


લીગ રાઉન્ડ

€ ઝિમ્બાબ્વે સામે ૮૨ રનથી જીત

મૅન ઑફ ધ મૅચ : અજંથા મેન્ડિસ

(૪-૨-૮-૬)

€ સાઉથ આફ્રિકા સામે ૩૨ રનથી હાર

મૅન ઑફ ધ મૅચ : એ. બી. ડિવિયિલર્સ (૩૦ રન, ૧૩ બૉલ, બે સિક્સર, એક ફોર તેમ જ એક કૅચ તથા એક રનઆઉટ)

સુપર એઇટ્સ

€ ન્યુ ઝીલૅન્ડ સામે ટાઇ પછી સુપર ઓવરમાં વિજય

મૅન ઑફ ધ મૅચ : તિલકરત્ને દિલશાન (૭૬ રન, ૫૩ બૉલ, ત્રણ સિક્સર, પાંચ ફોર તેમ જ સુપર ઓવરમાં ગપ્ટિલનો ગ્રેટ કૅચ)

€ વેસ્ટ ઇન્ડીઝ સામે ૨૮ બૉલ બાકી રાખીને ૯ વિકેટે જીત

મૅન ઑફ ધ મૅચ : માહેલા જયવર્દને (૬૫ નૉટઆઉટ, ૪૯ બૉલ, એક સિક્સર, દસ ફોર)

€ ઇંગ્લૅન્ડ સામે ૧૯ રનથી વિજય

મૅન ઑફ ધ મૅચ : લસિથ મલિન્ગા

(૪-૦-૩૧-૫)

સેમી ફાઇનલ

€ પાકિસ્તાન સામે ૧૬ રનથી જીત

મૅન ઑફ ધ મૅચ : માહેલા જયવર્દને (૪૨ રન, ૩૬ બૉલ, ૭ ફોર તેમ જ એક કૅચ)

વેસ્ટ ઇન્ડીઝ

લીગ રાઉન્ડ

€ ઑસ્ટ્રેલિયા સામે વરસાદના વિઘ્ન પછી ૧૭ રનથી હાર

મૅન ઑફ ધ મૅચ : શેન વૉટ્સન

(૪-૦-૨૯-૨ તેમ જ ૪૧ રન, ૨૪ બૉલ, ત્રણ સિક્સર, બે ફોર)

€ આયર્લેન્ડ સામે વરસાદને કારણે મૅચ અનિર્ણિત

સુપર એઇટ્સ

€ ઇંગ્લૅન્ડ સામે ૧૫ રનથી વિજય

મૅન ઑફ ધ મૅચ : જૉન્સન ચાર્લ્સ (૮૪ રન, ૫૬ બૉલ, ત્રણ સિક્સર, દસ ફોર)

€ શ્રીલંકા સામે ૯ વિકેટે હાર

મૅન ઑફ ધ મૅચ : માહેલા જયવર્દને (૬૫ નૉટઆઉટ, ૪૯ બૉલ, એક સિક્સર, દસ ફોર)

€ ન્યુ ઝીલૅન્ડ સામે ટાઇ પછી સુપર ઓવરમાં જીત

મૅન ઑફ ધ મૅચ : સુનીલ નારાયણ

(૪-૦-૨૦-૩)

સેમી ફાઇનલ

€ ઑસ્ટ્રેલિયા સામે ૭૪ રનથી વિજય

મૅન ઑફ ધ મૅચ : ક્રિસ ગેઇલ (૭૫ રન, ૪૧ બૉલ, છ સિક્સર, પાંચ ફોર)

નંબર-ગેમ



શ્રીલંકા-વેસ્ટ ઇન્ડીઝ વચ્ચે આટલી T20 ઇન્ટરનૅશનલ મૅચ રમાઈ છે અને ચાર શ્રીલંકાએ જીતી છે

૧૬

આ T20 વર્લ્ડ કપમાં ગેઇલની આટલી સિક્સર છે જે બધા બૅટ્સમેનોમાં હાઇએસ્ટ છે. તેણે શેન વૉટ્સનને પાછળ પાડી દીધો છે. સૌથી વધુ ૨૭ ફોર માહેલા જયવર્દનેના નામે છે

૩૦

ગેઇલ હવે વૉટ્સનના આ ટુર્નામેન્ટના હાઇએસ્ટ ૨૪૯ રન કરતાં માત્ર આટલા રન પાછળ છે