11 October, 2025 01:09 PM IST | New Delhi | Gujarati Mid-day Correspondent
દિલ્હીમાં બ્લૅક આર્મબૅન્ડ પહેરીને કેમ ઊતર્યા કૅરિબિયનો?
દિલ્હી ટેસ્ટ-મૅચના પહેલા જ દિવસે વેસ્ટ ઇન્ડીઝના પ્લેયર્સ બ્લૅક આર્મબૅન્ડ પહેરીને રમતા જોવા મળ્યા હતા જે તેમણે વેસ્ટ ઇન્ડીઝના ભૂતપૂર્વ અને દિવંગત ઑલરાઉન્ડર બર્નાર્ડ જુલિયનને શ્રદ્ધાંજલિ આપવા માટે પહેર્યું હતું. ગયા અઠવાડિયે ૭૫ વર્ષની ઉંમરે તેમણે છેલ્લા શ્વાસ લીધા હતા. તેઓ વર્ષ ૧૯૭૫ની વન-ડે વર્લ્ડ કપ ટીમના સભ્ય હતા. વર્ષ ૧૯૭૩થી ૧૯૭૭ વચ્ચે તેઓ વેસ્ટ ઇન્ડીઝ માટે ૨૪ ટેસ્ટ-મૅચ અને ૧૨ વન-ડે મૅચ રમ્યા હતા.