'યૂનિવર્સલ બૉસ' ક્રિસ ગેલે લીધી નિવૃતિ

15 August, 2019 09:13 AM IST  |  વેસ્ટ ઈન્ડીઝ

'યૂનિવર્સલ બૉસ' ક્રિસ ગેલે લીધી નિવૃતિ

'યૂનિવર્સલ બૉસ' ક્રિસ ગેલે લીધી નિવૃતિ

ભારતની સામેની ત્રીજી વન ડે વેસ્ટ ઈંડીઝના તોફાની ઓપનર ક્રિસ ગેલની આખરી મેચ હતી. જેમાં તેણે દમદાર ઈનિંગ રમી. ક્રિસ ગેલે આ મેચ સાથે જ આંતરરાષ્ટ્રીય ક્રિકેટને અલવિદા કહ્યું. ક્રિસ જેવા આ મેચમાં આઉટ થયા કે ભારતીય ટીમના તમામ ખેલાડીઓ તેને અભિનંદન આપવા માટે પહોંચી ગયા. ગેલે મેદાનથી બહાર જતા સમયે પોતાના બેટમાં હેલ્મેટને ફસાવી અને ઉંચુ કરીને દર્શકોનું અભિવાદન કર્યું.

ક્રિસ ગેલનું કરિયર
ક્રિસ ગેલે વેસ્ટઈંડીઝ માટે 301 વન ડે મેચમાં 10, 480 રન બનાવ્યા. તેમણે વન ડેમાં 25 સેન્ચ્યુરી અને 54 હાફ સેન્ચ્યુરી લગાવી. ટેસ્ટની વાત કરીએ તો ગેલે 103 ટેસ્ટમાં 7214 રન બનાવી. તેણે ટેસ્ટમાં 15 સેન્ચ્યુરી લગાવી. ટેસ્ટમાં તેમનો સર્વશ્રેષ્ઠ સ્કોર 333 રનનો છે. ટી20 ઈંટરનેશનલમાં ગેલે 2 સેન્ચ્યુરી લગાવી અને તેમની એવરેજ 32.54ની રહી. ક્રિસ ગેલે બોલિંગમાં પણ કમાલ કરી અને ટેસ્ટમાં 73, વનડેમાં 167 અને ટી20માં 17 વિકેટ લીધા.

ગેલના નામ પર છે આ રેકોર્ડ્સ

વિશ્વ કપના ઈતિહાસમાં સૌથી વધુ છક્કા લગાવવાનો રેકોર્ડ છે. ગેલે વર્લ્ડ કપના ઈતિહાસમાં 40 છક્કા લગાવ્યા છે.

ગેલ આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં સૌથી વધુ છક્કા લગાવનાર બેટ્સમેન છે. એટલું જ નહીં એક દ્વપક્ષીય વન ડે સીરિઝમાં ગેલ સૌથી વધુ છક્કા લગાવનારા બેટ્સમેન છે.

ગેલે ટેસ્ટ ક્રિકેટમાં એક ઓવરના તમામ છ બોલ પર ચોકા મારનારા ગેલ પહેલા બેટ્સમેન છે.

ક્રિસ ગેલ વેસ્ટઈંડીઝત તરફથી વન ડેમાં સૌથી વધુ રન કરનાર બેટ્સમેન છે.

આંતરરાષ્ટ્રીય ક્રિકેટના ત્રણેય ફોર્મેટમાં સેન્ચ્યુરી મારનાર પહેલા બેટ્સમેન ગેલ છે.

ગેલ એકમાત્ર ખેલાડી છે જેણે, આઈસીસી અંડર-19 વર્લ્ડ કર, આઈસીસી વર્લ્ડ ટી 20, આઈસીસી ક્રિકેટ વિશ્વ કપ, આઈસીસી ચેમ્પિયન્સ ટ્રોફી અને આઈસીસી ક્રિકેટ વિશ્વ કપ ક્વૉલિફાયરમાં સેન્ચ્યુરી મારી હોય.

તે ટેસ્ટ ક્રિકેટમાં ટ્રિપલ સેન્ચ્યુરી, વન ડેમાં બેવડી સદી અને ટી20માં સદી મારનાર એકમાત્ર બેટ્સમેન છે.

આ પણ જુઓઃ ગુજરાતનું એક ગામ જ્યાં દરેક ઘરના લોકો કરે છે દેશ સેવા

ભારતની સામે દસ વર્ષ પછી ફટકારી અડધી સદી
ક્રિસ ગેલની આ ઈનિંગ ખાસ કરી. તેમણે ભારતની સામે વર્ષ 2009માં છેલ્લી વાર 50થી વધુ રનની ઈનિંગ રમી હતી. જે બાદ 10 વર્ષ પછી તેમણે 50 થી વધુ રનની ઈનિંગ રમી છે.

chris gayle cricket news