ટેસ્ટ પછી વન-ડે સિરીઝ પણ ન જીતવા દીધી વેસ્ટ ઇન્ડીઝે

04 March, 2019 03:39 PM IST  | 

ટેસ્ટ પછી વન-ડે સિરીઝ પણ ન જીતવા દીધી વેસ્ટ ઇન્ડીઝે

ફટકાર્યા 27 બોલમાં 77 રન

વન-ડે વર્લ્ડ કપને હવે ૩ મહિનાથી ઓછો સમય બાકી છે ત્યારે ૧૯૭૫ અને ૧૯૭૯માં વર્લ્ડ કપ જીતનાર વેસ્ટ ઇન્ડીઝે ઇંગ્લૅન્ડને પાંચમી અને છેલ્લી વન-ડેમાં ૭ વિકેટથી હરાવીને સિરીઝ ૨-૨થી લેવલ કરી હતી. વિન્ડીઝે ટેસ્ટ-સિરીઝ ૨-૧થી જીત્યા પછી વન-ડે સિરીઝ લેવલ કરીને ઇંગ્લૅન્ડ પાસેથી વન-ડે સિરીઝ જીતવાનો મોકો છીનવી લીધો હતો. ૧૧૪ રનના ટાર્ગેટને યજમાન દેશે ૧૨.૧ ઓવરમાં ચેઝ કરી લીધો હતો.

T-20 લીગમાં રમવાને કારણે ઘણા સમયથી ટીમની બહાર રહેલા ૩૯ વર્ષના ક્રિસ્ટોફર ગેઇલે વન-ડે ટીમમાં ધમાકેદાર કમબૅક કર્યું હતું. તેને ૪ ઇનિંગ્સમાં ૪૨૪ રન બનાવવા બદલ પ્લેયર ઑફ ધ સિરીઝનો અવૉર્ડ આપવામાં આવ્યો હતો. તેણે એક દ્વિપક્ષીય સિરીઝમાં હાઇએસ્ટ સિક્સરો ફટકારવાનો રોહિત શર્મા (૨૩)નો વર્લ્ડ રેકૉર્ડ તોડ્યો હતો. તેણે પાંચમી વન-ડેમાં ૧૯ બૉલમાં ફિફ્ટી પૂરી કરીને વેસ્ટ ઇન્ડીઝ વતી ફાસ્ટેસ્ટ હાફ-સેન્ચુરી ફટકારવાનો ડેરેન સેમીનો નૅશનલ રેકૉર્ડ તોડ્યો હતો. ૩૯ વર્ષ અને ૧૬૨ દિવસની ઉંમરે પ્લેયર ઑફ ધ સિરીઝ અવૉર્ડ જીતનાર દુનિયાનો સેકન્ડ ઓલ્ડેસ્ટ ખેલાડી બન્યો હતો. વર્લ્ડ રેકૉર્ડ ઇમરાન તાહિરના નામે છે જેણે ગયા વર્ષે ઝિમ્બાબ્વે સામે આ અવૉર્ડ જીત્યો હતો.

chris gayle world cup cricket news sports news