વેસ્ટ ઇન્ડીઝની પ્રથમ જીત

28 September, 2012 06:04 AM IST  | 

વેસ્ટ ઇન્ડીઝની પ્રથમ જીત


પલ્લેકેલ : આ વખતના વર્લ્ડ કપમાં કૅરિબિયનોની આ પ્રથમ જીત હતી. તેમનો ઓપનર જૉન્સન ચાલ્ર્સ (૮૪ રન, ૫૬ બૉલ, ૩ સિક્સર, ૧૦ ફોર) મૅન ઑફ ધ મૅચ બન્યો હતો.

ઇંગ્લૅન્ડ ૧૮૦ રનના ટાર્ગેટ સામે ૪ વિકેટે ૧૬૪ રન બનાવી શક્યું હતું. રવિ રામપૉલે બે તેમ જ ક્રિસ ગેઇલ અને માર્લન સૅમ્યુલ્સે એક-એક વિકેટ લીધી હતી. ઓઇન મૉર્ગન (૭૧ નૉટઆઉટ, ૩૬ બૉલ, ૫ સિક્સર, ૪ ફોર) અને ઍલેક્સ હૅઇલ્ઝ (૬૮ રન, ૫૧ બૉલ, ૨ સિક્સર, ૫ ફોર)ની ઇનિંગ્સો એળે ગઈ હતી.

એ પહેલાં કૅરિબિયન ઇનિંગ્સમાં ચાલ્ર્સ અને ગેઇલ (૫૮ રન, ૩૫ બૉલ, ૪ સિક્સર, ૬ ફોર)ની ૧૦૩ રનની ઓપનિંગ ભાગીદારી થઈ હતી. સ્ટુઅર્ટ બ્રૉડે સૌથી વધુ બે વિકેટ લીધી હતી.