વેસ્ટ ઇન્ડિયનો ઘરભેગા શ્રીલંકનો આવી રહ્યા છે

18 October, 2014 04:45 AM IST  | 

વેસ્ટ ઇન્ડિયનો ઘરભેગા શ્રીલંકનો આવી રહ્યા છે

ગુડ લક : તિબેટિયનોના આધ્યાત્મિક ગુરુ દલાઈ લામા સાથે હાથ મિલાવતો ટીમ ઇન્ડિયાનો કૅપ્ટન મહેન્દ્ર સિંહ ધોની અને વિરાટ કોહલી.


વેસ્ટ ઇન્ડીઝ ક્રિકેટ ર્બોડે વેસ્ટ ઇન્ડીઝની ટીમનો ભારત-પ્રવાસ અધવચ્ચે જ રદ કરી દીધો છે. ધરમશાલાની વન-ડે છેલ્લી મૅચ હતી. ત્યાર બાદ ટીમ સ્વદેશ પાછી ફરશે. બીજી તરફ ભારતીય ક્રિકેટ ર્બોડના આમંત્રણને કારણે શ્રીલંકાએ પાંચ વન-ડે માટે ટીમ મોકલવાની હા પાડી છે. ભારતીય ક્રિકેટ ર્બોડે એક સ્ટેટમેન્ટમાં વેસ્ટ ઇન્ડીઝ ર્બોડના આ નિર્ણય સામે આશ્ચર્ય વ્યક્ત કર્યું છે. ભારત આ બાબતે ત્ઘ્ઘ્માં વેસ્ટ ઇન્ડીઝ ર્બોડ સામે ફરિયાદ પણ કરશે. ખેલાડીઓ સાથે પગારકપાતના મામલે થયેલા વિવાદને પગલે આ પ્રવાસ રદ કરવામાં આવ્યો છે.

ધરમશાલા બાદ પાંચમી વન-ડે કલકત્તામાં, ત્યાર બાદ એક T૨૦ કટકમાં તથા ત્રણ ટેસ્ટ-મૅચો રમવાની હતી. ભારતીય ક્રિકેટ ર્બોડના સેક્રેટરી સંજય પટેલે કહ્યું હતું કે ‘કૅરિબિયન ર્બોડના આ નિર્ણયને કારણે ભારતીય ક્રિકેટ ર્બોડ સાથે એના સંબંધો બગડશે. બીજી તરફ શ્રીલંકાના ક્રિકેટ ર્બોડના સેક્રેટરી નિશાંત રણતુંગાએ કહ્યું હતું કે ‘ભારત તથા શ્રીલંકા વચ્ચે ૧થી ૧૫ નવેમ્બર વચ્ચે પાંચ મૅચોની વન-ડે સિરીઝ રમાશે. ભારતે અમારી સમક્ષ એક T૨૦ મૅચ રમવાનો પ્રસ્તાવ પણ મૂક્યો હતો, પરંતુ વલ્ર્ડ કપને જોતાં પાંચ વન-ડેની સિરીઝ રમવું વધુ લાભકારક રહેશે.’શ્રીલંકાની ટીમ પાંચ વર્ષ બાદ ભારતના પ્રવાસે આવી રહી છે.

કૅરિબિયન ક્રિકેટ ર્બોડ તથા ખેલાડીઓ વચ્ચે વિવાદ એના ચરમસીમા પર હતો જ્યારે એના ખેલાડીઓ ધરમશાલાના ક્રિકેટના મેદાન પર ટૉસ ઉછાળતી વખતે નજરે પડ્યા હતા. ટૉસ જીત્યા બાદ વેસ્ટ ઇન્ડીઝના કૅપ્ટન ડ્વેઇન બ્રાવોએ કહ્યું હતું કે ‘હું તથા મારી ટીમ એકજૂટ છીએ. આ પ્રવાસ અમારા માટે ખૂબ મુશ્કેલીભર્યો છે. અમે નથી ઇચ્છતા કે અમારા કારણે ક્રિકેટ કે પછી અમારા પ્રશંસકોને કોઈ નુકસાન થાય, પરંતુ અમારા માટે આ નિર્ણય લેવાનો સમય છે. મારા ખેલાડી જે લડાઈ લડી રહ્યા છે એ માટે તેમને હું અભિનંદન પાઠવું છું.’
ખેલાડીઓએ કર્યો વચનભંગ ભારતની સિરીઝને અધવચ્ચે છોડી દેવાના વેસ્ટ ઇન્ડીઝની ટીમના નિર્ણયને કારણે ભારતીય ક્રિકેટ ર્બોડને મોટો આઘાત લાગ્યો છે.

આ મુદ્દે ચર્ચા કરવા માટે ક્રિકેટ ર્બોડના વર્કિંગ કમિટીના સભ્યોની ૨૧ ઑક્ટોબરના રોજ હૈદરાબાદમાં અગત્યની બેઠક બોલાવવામાં આવી છે. ક્રિકેટ ર્બોડના વાઇસ ચૅરમૅન રાજીવ શુક્લાએ જણાવ્યું હતું કે આ મામલે શું થઈ શકે એની ચર્ચા કરવામાં આવશે. ક્રિકેટ ર્બોડના અધિકારીઓના જણાવ્યા પ્રમાણે પહેલી કોચીની વન-ડે વખતે આ વિવાદ ઊભો થયો હતો ત્યારે ક્રિકેટ ર્બોડના જનરલ સેક્રેટરી સંજય પટેલે મધ્યસ્થી કરી હતી. તેમને ત્યારે ખેલાડીઓએ વચન આપ્યું હતું કે આ સિરીઝમાં કોઈ મુશ્કેલી નહીં સર્જાય. એમ છતાં ખેલાડીઓએ સિરીઝ રમવાની ના પાડીને વચનભંગ કર્યો છે. વેસ્ટ ઇન્ડીઝના ક્રિસ ગેઇલ, કીરોન પોલાર્ડ, ડ્વેઇન બ્રાવો જેવા ખેલાડીઓના ત્ભ્ન્ રમવા પર પ્રતિબંધ મૂકવામાં આવે એવી શક્યતા છે.

કૅરિબિયનોની વાપસી દુખદાયક : ગાંગુલી

ભારત અને વેસ્ટ ઇન્ડીઝની પાંચ વન-ડે મૅચોની સિરીઝને અધવચ્ચેથી છોડીને જવાના વેસ્ટ ઇન્ડીઝના પ્લેયરોના નિર્ણયને લીધે દરેક ભારતીય પ્લેયરને આઘાત લાગ્યો છે. એવામાં ભારતીય ક્રિકેટ-ટીમના ભૂતપૂર્વ કૅપ્ટન સૌરવ ગાંગુલીએ આ ઘટનાને પ્લેયરોની કમનસીબી ગણાવી છે. સૌરવે આ સંદર્ભમાં પોતાની પ્રતિક્રિયા આપતાં કહ્યું હતું કે ‘મેં મારી કરીઅરમાં આવી અણધારી ઘટના ક્યારેય નથી જોઈ. પોતાની ફીને કારણે સિરીઝ અધવચ્ચે છોડીને એ લોકો કઈ રીતે જઈ શકે? આ એક દુખદાયક ઘટના છે.’