મંગેતરના બર્થ-ડે પર મૅક્સવેલની ધાકડ ઇનિંગ

04 March, 2021 10:00 AM IST  |  Wellingto

મંગેતરના બર્થ-ડે પર મૅક્સવેલની ધાકડ ઇનિંગ

મૅક્સવેલે એક સિક્સર એવી ફટકારી કે સ્ટેડિયમની ખુરશીના આવા હાલ થઈ ગયા હતા.

ન્યુ ઝીલૅન્ડ અને ઑસ્ટ્રેલિયા વચ્ચેની ત્રીજી ટી૨૦માં ઑસ્ટ્રેલિયાએ ગ્લેન મૅક્સવેલની ધાકડ ૭૦ રનની ઇનિંગ અને ઍસ્ટન ઍગરની છ વિકેટના આધારે ન્યુ ઝીલૅન્ડ સામે ૬૪ રનથી મૅચ જીતી સિરીઝમાં પોતાનું ખાતું ખોલાવ્યું હતું. ઑસ્ટ્રેલિયાએ પહેલાં બૅટિંગ કરતાં ઍરોન ફિન્ચના ૪૪ બૉલમાં આઠ ચોગ્ગા અને બે સિક્સરની મદદથી ૬૯ રન અને ગ્લેન મૅક્સવેલે ૩૧ બૉલમાં આઠ ચોગ્ગા અને પાંચ સિક્સરની મદદથી, ૨૨૫.૮૧ની જબરદસ્ત સ્ટ્રાઇક રેટથી, ૭૦ રનની ઇનિંગ રમી હતી જેના લીધે કાંગારૂ ટીમે ચાર વિકેટે ૨૦૮ રન બનાવી લીધા હતા. ન્યુ ઝીલૅન્ડના માર્ટિન ગપ્ટિલે ૪૩ રનની અને ડેવોન કોનવેની ૩૮ રનની ઇનિંગને બાદ કરતાં અન્ય કોઈ પણ કિવી બૅટ્સમેન લાંબું ટકી શક્યો નહોતો અને પ્લેયર ઑફ ધ મૅચ બનેલા ઍસ્ટન ઍગરની વેધક બોલિંગને લીધે તેઓ ૧૭.૧ ઓવરમાં ૧૪૪ રનમાં ઑલઆઉટ થયા હતા.

ઉલ્લેખનીય છે કે મૅક્સવેલની ભારતીય મૂળની મંગેતર વિની રમનનો ગઈ કાલે બર્થ-ડે હતો અને એક ઓવરના તમામ છ બૉલને બાઉન્ડરી બહાર પહોંચાડીને મૅક્સવેલે પોતાની ક્ષમતાનો પરચો આપ્યો હતો, જેમાં તેણે બે સિક્સર અને ચાર ચોગ્ગા ફટકારી એક ઓવરમાં કુલ ૨૮ રન બનાવ્યા હતા.

glenn maxwell new zealand australia cricket news sports news