બે અઠવાડિયાંથી ઍડીલેડમાં હોવાનો ફાયદો અમને પહેલી ટેસ્ટમાં મળશે : રોહિત શર્મા

08 December, 2014 05:23 AM IST  | 

બે અઠવાડિયાંથી ઍડીલેડમાં હોવાનો ફાયદો અમને પહેલી ટેસ્ટમાં મળશે : રોહિત શર્મા


ભારતીય બૅટ્સમૅન રોહિત શર્માને વિશ્વાસ છે કે તેની ટીમ ઑસ્ટ્રેલિયા સામેની પહેલી ટેસ્ટ-મૅચમાં સારો દેખાવ કરશે, કારણ કે છેલ્લાં બે સપ્તાહથી તેઓ અહીં છે તેમ જ બે પ્રૅક્ટિસ મૅચ પણ રમી ચૂક્યા છે એને કારણે અહીંની પરિસ્થિતિથી પણ વાકેફ છે. ઑસ્ટ્રેલિયાના ક્રિકેટર ફિલિપ હ્યુઝના નિધનને કારણે ટેસ્ટ-મૅચોના કાર્યક્રમમાં થયેલા ફેરફારને લીધે ટીમ ઇન્ડિયા છેલ્લાં બે સપ્તાહથી ઍડીલેડમાં છે. ફિલિપ હ્યુઝની ભયાનક ઘટના વિશે વાત કરતાં રોહિતે કહ્યું હતું કે ‘આ એક દુર્ભાગ્યપૂર્ણ અકસ્માત હતો. રમત સતત ચાલતી રહે છે. મેદાનમાં જઈએ ત્યારે અમે માત્ર સારી રમત વિશે વિચારીએ છીએ.’ રોહિત શર્માએ ઑસ્ટ્રેલિયા જતાં પહેલાં શ્રીલંકા સામેની મૅચમાં વર્લ્ડ રેકૉર્ડ ડબસ સેન્ચુરી ફટકારીને ૨૬૪ રન કર્યા હતા. જોકે એમ છતાં રોહિત શર્મા ટેસ્ટમાં હજી પોતાનું સ્થાન પાકું કરી શક્યો નથી.  આવતી કાલે ભારતીય સમય મુજબ સવારે ૫.૩૦ વાગ્યાથી પહેલી મૅચ શરૂ થશે.