છેલ્લી ટેસ્ટ મૅચ જીતવા માટે અમે દરેક પ્રયાસ કરીશું : જેસન હોલ્ડર

22 July, 2020 12:26 PM IST  |  Manchester | Agencies

છેલ્લી ટેસ્ટ મૅચ જીતવા માટે અમે દરેક પ્રયાસ કરીશું : જેસન હોલ્ડર

જેસન હોલ્ડર

વેસ્ટ ઇન્ડીઝ ક્રિકેટ ટીમના કૅપ્ટન જેસન હોલ્ડરે જણાવ્યું કે ઇંગ્લૅન્ડ સામેની છેલ્લી ટેસ્ટ મૅચ જીતવા માટે અમે દરેક પ્રયાસ કરીશું. શામરાહ બ્રુક્સ, જર્મન બ્લૅકવુડ અને ખુદ જેસન હોલ્ડરે લડત આપી હોવા છતાં તેઓ બીજી ટેસ્ટ ૧૧૩ રનથી હારી ગયા હતા. હોલ્ડરે કહ્યું કે ‘અમે પરિણામથી ખુશ નથી. અમે અમારી જાતને નબળી પાડી દીધી હતી. ઇંગ્લૅન્ડે ઘણું સારું પ્રદર્શન કર્યું હતું અને જીતવાનું શ્રેય તેમને જાય છે. ચોથા દિવસે અમે ગેમ ખેંચી શક્યા હોત, પણ અમારી વિકેટ જલદી પડી ગઈ હતી. યજમાન ટીમના બોલરો પોતાના ટાર્ગેટને વળગી રહ્યા હતા જેને કારણે તેઓ જીતી શક્યા. બૅટ્સમેનોને ક્રીઝ પર ટકી રહેવું અઘરું પડતું હતું. અમારે પરિસ્થિતિને વધારે સારી રીતે સમજવી પડશે. મારા ખ્યાલમાં છે કે અમે અમારી જાતને નબળી પાડી દીધી હતી, પણ ત્રીજી ટેસ્ટમાં અમે એવું નહીં કરીએ. અમારી પાસે પણ અનુભવી પ્લેયરો છે. એક લાંબા સમયથી અમે વર્કલોડ સહન કરતાં શીખી ગયા છીએ. મૅચ હારી ગયા હોવાથી અમારા પ્લેયરો ખુશ નથી, પણ છેલ્લી ગેમમાં અમે કોઈ ભૂલ નહીં કરીએ.’

બીજી ટેસ્ટ મેચ બાદ બેન સ્ટોક્સે આઇસીસીના મેન્સ ટેસ્ટ રૅન્કિંગ્સના ઑલરાઉન્ડર લિસ્ટમાં ટોચ પર સ્થાન મેળવ્યું છે. જેસન હોલ્ડર પહેલા સ્થાને હતો, પરંતુ હવે સ્ટોક્સ આગળ નીકળી ગયો છે.

west indies england cricket news sports news