T20 WC પોસ્ટપોન કરવાના ICCના નિર્ણયનું સ્વાગત કરીએ છીએ

22 July, 2020 12:26 PM IST  |  Melbourne | Agencies

T20 WC પોસ્ટપોન કરવાના ICCના નિર્ણયનું સ્વાગત કરીએ છીએ

ટ્રોફી

ઇન્ટરનૅશનલ ક્રિકેટ કાઉન્સિલે કોરોના વાઇરસને લીધે ૨૦૨૦માં રમાનારા પુરુષોના ટી૨૦ વર્લ્ડ કપને મોકૂફ રાખવાનો નિર્ણય લીધો છે, જેનું ક્રિકેટ ઑસ્ટ્રેલિયાએ સ્વાગત કર્યું છે. ક્રિકેટ ઑસ્ટ્રેલિયાના વચગાળાના ચીફ એક્ઝિક્યુટિવ ઑફિસર નીક હોક્લીએ  કહ્યું કે ‘૨૦૨૦ ટી૨૦ વર્લ્ડ કપને પોસ્ટપોન કરવાના આઇસીસીના નિર્ણયનું અમે સ્વાગત કરીએ છીએ. પ્લેયરો, ચાહકો, સ્ટાફ અને અધિકારીઓના સ્વાસ્થ્યનું ધ્યાન રાખીને આ નિર્ણય લેવામાં આવ્યો છે. કોરોનાને કારણે વિશ્વઆખામાં ક્રિકેટને અસર પહોંચી છે. ઑસ્ટ્રેલિયામાં ૨૦૨૦ ટી૨૦ વર્લ્ડ કપ ૧૮ ઑક્ટોબરથી ૧૫ નવેમ્બર દરમ્યાન રમાવાનો હતો. ૧૬ ટીમોને ઑક્ટોબરમાં બોલાવીને ટુર્નામેન્ટ યોજવાનું કાર્ય ઘણું મુશ્કેલ છે. આ વર્ષે ઑસ્ટ્રેલિયામાં ટુર્નામેન્ટ યોજવા માટે ઘણી તૈયારીઓ કરવામાં આવી હતી અને એ તૈયારીઓ કરવા માટે મદદ કરનારા દરેક લોકોનો હું આભાર માનું છું. મહિલાઓનો ટી૨૦ વર્લ્ડ કપ વર્ષની શરૂઆતમાં સારી રીતે યોજાયો હતો અને પુરુષોની આ ટુર્નામેન્ટ પણ આગામી દિવસોમાં સારી રીતે યોજાશે એની મને ખાતરી છે.’

cricket news sports news board of control for cricket in india indian premier league t20 world cup t20