જ્યારે કૅપ્ટન વિરાટ કોહલીએ અક્ષર પટેલની બૉલિંગના ગુજરાતીમાં કર્યા વખાણ

27 February, 2021 08:59 AM IST  |  Mumbai | Gujarati Mid-Day Online Correspondent

જ્યારે કૅપ્ટન વિરાટ કોહલીએ અક્ષર પટેલની બૉલિંગના ગુજરાતીમાં કર્યા વખાણ

તસવીર સૌજન્ય મિડ-ડે

અક્ષર પટેલનો ટેસ્ટમાં ડેબ્યૂ શાનદાર રહ્યો છે. તેમણે અત્યાર સુધી 2 ટેસ્ટ મેચમાં કુલ 18 વિકેટ લીધા છે. ભારતે 4 મેચની સીરિઝમાં 2-1થી આગળ છે. સીરિઝની ચોથી ટેસ્ટ મેચ 4 માર્ચથી અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમવામાં આવશે. ભારતે ત્રીજી ટેસ્ટમાં ઇન્ગ્લેન્ડને 10 વિકેટથી હરાવી હતી.

ઇંગ્લેન્ડ વિરુદ્ધ અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં જે નાઇટ ટેસ્ટ મેચમાં ભારતને 10 વિકેટથી જીત અપાવવામાં લોકલ બૉય અક્ષર પટેલનો મહત્વનો રોલ રહ્યો. અક્ષર પટેલે પહેલી ઇનિંગમાં 6 અને બીજી ઇનિંગમાં 5 વિકેટ લઈને ઇંગ્લેન્ડને બેકફુટ પર ધકેલી દીધા.

અક્ષર તેની શાનદાર બૉલિંગ માટે મેન ઑફ ધ મેચ બન્યો. મેચ પૂરી થયા પછી સ્ટાર ઑલરાઉન્ડર હાર્દિક પંડ્યાએ બીસીસીઆઇ ટીવી પર અક્ષરનો ઇન્ટરવ્યૂ લીધો. પંડ્યા બૉલિંગ ઑલરાઉન્ડર અક્ષરને તેની મેચને લઈને સવાલ પૂછી રહ્યો હતો. આ દરમિયાન ટીમ ઇન્ડિયાના કૅપ્ટન વિરાટ કોહલીએ એવી હરકત કરી જેથી હાર્દિક અને અક્ષર પોતાને હસતા અટકાવી શક્યો નહીં.

આ દરમિયાન કોહલી ધીમે ધીમે પાછળથી આવ્યો, જેને હાર્દિકે જોઇ લીધું હતું. વિરાટે હાર્દિક પાસેથી માઇક લઈને અક્ષરના વખાણ ગુજરાતીમાં કરતા કહ્યું, "એ બાપુ તારી બૉલિંગ કમાલ છે." તેના પછી અક્ષર, કોહલી અને હાર્દિક ખડખડાટ હસ્યો. હાર્દિકે કહ્યું કે વિરાટને નવું-નવું ગુજરાતી શીખવા મળ્યું છે.

વિરાટે પિન્ક બૉલ ટેસ્ટ પૂરી થયા પછી અક્ષરના ખૂબ જ વખાણ કર્યા હતા. કોહલીએ કહ્યું હતું કે ખબર નહીં ગુજરાતની માટીમાં એવી કઈ વસ્તુ છે જ્યાંથી બહેતરીન લેફ્ટ આર્મ બૉલર નીકળે છે.

ભારતે ઇંગ્લેન્ડને આપી 10 વિકેટથી માત
ભારતે ત્રીજી ટેસ્ટની પહેલી ઇનિંગમાં ઇંગ્લેન્ડને 112 રન્સ પર ઑલઆઉટ કરી દીધા હતા. તેના પછી ટીમ ઇન્ડિયાએ પહેલી ઇનિંગમાં 145 રન બનાવ્યા હતા. આ રીતે ભારતીય ટીમ પહેલી ઇનિંગમાં 33 રન્સ આગળ હતી. મહેમાન ટીમ ઇંગ્લેન્ડની ટીમ બીજી ઇનિંગમાં 81 રન્સ પર ઑલઆઉટ થઈ ગઈ હતી. ભારત સામે જીતવા માટે 49 રન્સનું લક્ષ્ય હતું જેને તેણે કોઇપણ વિકેટ ગુમાવ્યા વગર આઠમી ઓવરમાં જ મેળવી લીધું. ચાર મેચની સીરિઝમાં ભારતી ટીમ 2-1થી આગળ છે. સીરિઝની ચોથી અને અંતિમ ટેસ્ટ મેચ 4 માર્ચથી અમદાવાદમાં જ રમાશે.

axar patel sports sports news cricket news virat kohli