ભજ્જીએ પોતાના કરતાં બમણા વજનના પહેલવાનને એક જ મુક્કામાં કર્યો ચીત

12 June, 2017 04:51 AM IST  | 

ભજ્જીએ પોતાના કરતાં બમણા વજનના પહેલવાનને એક જ મુક્કામાં કર્યો ચીત


છેલ્લા બે-ત્રણ દિવસથી એક વિડિયો વાઇરલ થયો છે જેમાં હરભજન રિંગમાં ઊતર્યો છે અને પોતાના કરતાં બમણા વજનના પહેલવાનને હરાવતો જોવા મળે છે. આ વિડિયો પંજાબના જાલંધરના એક ગામ કંગનીવાલમાં આવેલી CWE ઍકૅડેમીમાં ઉતાર્યો છે. હરભજન આ ઍકૅડેમીમાં WWE વિજેતા દલીપ સિંહ રાણા ઉર્ફે ધ ગ્રેટ ખલી સાથે કુસ્તી જોવા ગયો હતો જ્યાં પહેલવાનોના આગ્રહથી હરભજન સિંહ રિંગમાં ઊતરી ગયો હતો.

હરભજનને રિંગમાં જોઈને ખલીને મજાક કરવાનું મન થયું. તેણે એક મજબૂત પહેલવાનને રિંગમાં મોકલી દીધો. પહેલવાને હરભજનને ડરાવતાં કહ્યું કે તું બહાર જા અથવા હાર સ્વીકારી લે. હરભજન સિંહે ચૂપચાપ તેની વાત સાંભળી લીધી. પહેલવાન માઇક મૂકીને હરભજનને પછાડવા તેની તરફ આવતાં હરભજન નીચે નમી ગયો ત્યારે સ્ફૂર્તિથી ઊઠીને ભજી પહેલવાન પર હુમલો કરે છે અને પરિણામે પહેલવાન સંતુલન ગુમાવીને રિંગની બહાર પડી જાય છે.