પુર્વ ક્રિકેટરે કરી ભવિષ્યવાણી, વિરાટ કોહલી વન-ડેમાં આટલી સદી ફટકારશે

12 August, 2019 09:40 PM IST  |  Mumbai

પુર્વ ક્રિકેટરે કરી ભવિષ્યવાણી, વિરાટ કોહલી વન-ડેમાં આટલી સદી ફટકારશે

વસિમ જાફર

Mumbai : વિરાટ કોહલી રન માટે ભુખ્યો અને ક્રિકેટ માટે કઇ પણ કરવા તૈયાર રહે છે. ક્રિકેટમાં એક પછી એક રેકોર્ડ પોતાના નામે કરતો જાય છે. તે આઇસીસીના વન-ડે અને ટેસ્ટ રેન્કિંગમાં છેલ્લા ઘણા સમયથી નંબર એક પર છે. હાલમાં જ પુરો થયેલ આઇસીસી વર્લ્ડ કપ 2019માં વિરાટ કોહલીએ પાંચ અડધી સદી ફટકારી હતી. તો હાલ વેસ્ટ ઇન્ડિઝના પ્રવાસે ગયેલી ટીમ ઇન્ડિયાના સુકાનીએ બીજી વન-ડેમાં કારકિર્દીની 42 સદી ફટકારી છે.

કોહલીએ 11 ઇનીંગ બાદ વન-ડેમાં સદી ફટકારી
આમ જોવા જઇએ તો વિરાટ કોહલીએ
11 વનડે ઈનિંગ બાદ સદી ફટકારી હતી. પોર્ટ ઓફ સ્પેનમાં રમાયેલી વનડે મેચમાં વિરાટ કોહલીએ 1255 બોલમાં 120 રન બનાવ્યા હતા. વિરાટ કોહલીની આ ઈનિંગની બધા પ્રશંસા કરી રહ્યાં છે. વિરાટ કોહલીના વનડે કરિયરની 42મી સદી હતી. વિરાટ કોહલી હવે વિશ્વમાં સૌથી વધુ વનડે સદી ફટકારનાર સચિન તેંડુલકર બાદ બીજો ખેલાડી છે.

કોહલી 75-80 સદી ફટકારી શકશે
: જાફર
ભારતીય કેપ્ટન વિરાટ કોહલીની આ સદીને જોતા ટીમ ઈન્ડિયાના પૂર્વ ટેસ્ટ બેટ્સમેન વસીમ જાફરે તેને લઈને એક મોટી ભવિષ્યવાણી કરી છે. વસીમ જાફરે જણાવ્યું કે
, વિરાટ કોહલી વનડે આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં ભારતીય ટીમ માટે કેટલી સદી ફટકારી શકે છે. એક ટ્વીટમાં વસીમ જાફરે જણાવ્યું કે, વિરાટ કોહલી ટીમ ઈન્ડિયા માટે 75-80 સદી ફટકારી શકે છે.

આ પણ જુઓ : વિરાટ કોહલીઃ એક પ્રેમાળ પુત્ર, વ્હાલો ભાઈ અને છે આઈડિયલ પતિ

જાફરે ટ્વીટ કરીને કોહલીના કર્યા વખાણ
31 ટેસ્ટ મેચોમાં ટીમ ઈન્ડિયાનું પ્રતિનિધિત્વ કરી ચુકેલા વસીમ જાફરે પોતાના ટ્વીટમાં લખ્યું છે, '11 ઈનિંગ બાદ વિરાટ કોહલીની સાધારણ સેવા ફરી યથાવત થઈ ગઈ છે. વિરાટ કોહલીની વધુ એક આંતરરાષ્ટ્રીય સદી. મારુ અનુમાન છે કે કિંગ કોહલી વનડે આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં ટીમ ઈન્ડિયા માટે 75-820 સદી ફટકારશે.' રન મશીન કોહલી હજુ 4-5 વર્ષ સરળતાથી રમીને વસીમ જાફરની આ ભવિષ્યવાણીને સાચી સાબિત કરી શકે છે.

cricket news wasim jaffer team india virat kohli