વૉર્નરનો દમ-પહેલા દિવસે ફિફ્ટી ફટકારી ઑસ્ટ્રેલિયાની કમાન જાળવી રાખી

23 August, 2019 11:28 AM IST  |  લીડ્સ

વૉર્નરનો દમ-પહેલા દિવસે ફિફ્ટી ફટકારી ઑસ્ટ્રેલિયાની કમાન જાળવી રાખી

વૉર્નરનો દમ-પહેલા દિવસે ફિફ્ટી ફટકારી ઑસ્ટ્રેલિયાની કમાન જાળવી રાખી

વિડ વૉર્નર અને માર્નસ લબુસેને ફિફ્ટી પાર્ટનરશિપ કરીને ત્રીજી ઍશિઝ ટેસ્ટના પહેલા દિવસે ઑસ્ટ્રેલિયાની ઇનિંગને સ્થિરતા આપી હતી. ઑસ્ટ્રેલિયાએ ૨૮ ઓવરમાં ૨ વિકેટે ૧૨૦ રન બનાવ્યા હતા જેમાં ડેવિડ વૉર્નરે ૫૭ રન બનાવ્યા હતા.
ટૉસ જીતીને ઇંગ્લૅન્ડના કૅપ્ટન જો રૂટે પહેલા ફીલ્ડિંગ કરવાનો નિર્ણય લીધો હતો. વર્લ્ડ કપ વિનિંગ બોલર જોફ્રા આર્ચરે ઓપનર માર્કસ હેરિસને ચોથી ઓવરમાં આઉટ કર્યો હતો જેણે ૮ રન બનાવ્યા હતા. ૧૩૦મી ટેસ્ટ રમી રહેલા સ્ટુઅર્ટ બ્રૉડે ડેન્જરસ ઉસ્માન ખ્વાજાને નવમી ઓવરમાં આઉટ કર્યો હતો. બન્ને કૅચ વિકેટ પાછળ જૉની બેરસ્ટોએ પકડ્યા હતા. સ્ટીવન સ્મિથની ગેરહાજરીમાં માર્નસ લબુસેને ગજબની પરિપક્વતા દાખવીને ૬ ફોરની મદદથી ૩૭ રન બનાવી લીધા હતા.

david warner sports news