ફીફા વર્લ્ડ કપની યજમાની માટે તપાસની કોઈ જરૂર નથી : પુતિન

21 June, 2015 05:23 AM IST  | 

ફીફા વર્લ્ડ કપની યજમાની માટે તપાસની કોઈ જરૂર નથી : પુતિન



૨૦૧૮નો ફિફા વર્લ્ડ કપ નિર્ધારિત સમય મુજબ જ થશે. વિશ્વભરમાંથી આવેલા પત્રકારો સાથે વાતચીત કરતાં પુતિને કહ્યું હતું કે ‘રશિયાએ આ યજમાની પ્રામાણિકતાથી મેળવી હતી. જો કોઈની પાસે કોઈ પુરાવાઓ હોય તો તેમણે રજૂ કરવા જોઈએ. તેમણે વર્લ્ડ કપ-૨૦૧૮ની યજમાની માટે ફરીથી પસંદગીની પ્રક્રિયા શરૂ કરવાનો પણ વિરોધ કર્યો હતો. 

તાજેતરમાં બ્રિટને એવું કહ્યું હતું કે જો રશિયા પાસેથી યજમાની પાછી ખેંચવામાં આવે તો એવા સંજોગોમાં એ વર્લ્ડ કપના આયોજન માટે તૈયાર છે. જોકે પુતિનના જણાવ્યા પ્રમાણે એ સમયે બ્રિટને વર્લ્ડ કપની યજમાની કરવા માટે ઝાઝો ઉત્સાહ નહોતો દાખવ્યો.