✕

આર્યવીર સેહવાગે વિનુ માંકડ ટ્રોફીમાં ૧૪૩ બોલમાં અધધધ ૧૭૩ રન ઝૂડી દીધા

17 October, 2026 03:17 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

આર્યવીર દિલ્હી અન્ડર- 19 ટીમનો કૅપ્ટન છે. ગઈ કાલે ચંડીગઢ સામેની મૅચમાં દિલ્હીએ ૫૦ ઓવરમાં ૨૮૯-૬નો સ્કોર કર્યો હતો. જોકે ચંડીગઢે ૪૧.૩ ઓવરમાં ૨૯૩-૫નો સ્કોર કરીને પાંચ પાંચ વિકેટે જીત નોંધાવી હતી.

આર્યવીર દિલ્હી ટીમનો કૅપ્ટન

ભારતના ભૂતપૂર્વ ઓપનર વીરેન્દર સેહવાગના મોટા દીકરા આર્યવીરે સેહવાગે એક મોટી ઇનિંગ્સ રમીને સૌનું ધ્યાન ખેંચ્યું છે. વિનુ માંકડ ટ્રોફીમાં આર્યવીરે ૧૯ ફોર, ૮ સિક્સની મદદથી ૧૪૩ બૉલમાં ૧૭૩ રન કર્યા હતા. આર્યવીર દિલ્હી અન્ડર- 19 ટીમનો કૅપ્ટન છે. ગઈ કાલે ચંડીગઢ સામેની મૅચમાં દિલ્હીએ ૫૦ ઓવરમાં ૨૮૯-૬નો સ્કોર કર્યો હતો. જોકે ચંડીગઢે ૪૧.૩ ઓવરમાં ૨૯૩-૫નો સ્કોર કરીને પાંચ પાંચ વિકેટે જીત નોંધાવી હતી. આ ટુર્નામેન્ટમાં કર્ણાટક સામેની અગાઉની મૅચમાં પ્રતિસ્પર્ધી ટીમના ૪૧૮ રન સામે દિલ્હીની ટીમ ૨૨૦ રનમાં ઑલઆઉટ થઈ ગઈ હતી.

Aaryavir Sehwag viren chhaya Vinoo Mankad delhi indian cricket team cricket news sports news sports