સેહવાગે આ વાત રોહિત શર્માના સપોર્ટમાં કરી કે વિરોધમાં?

29 October, 2020 06:28 PM IST  |  Mumbai | Gujarati Mid-day Online Correspondent

સેહવાગે આ વાત રોહિત શર્માના સપોર્ટમાં કરી કે વિરોધમાં?

ફાઈલ ફોટો

ભારતીય ક્રિકેટ ટીમના ઓપનર રોહિત શર્મા ઓસ્ટ્રેલિયા સિરીઝ માટે અનફિટ જાહેર થતા ટીમમાં સમાવેશ કરવામાં આવ્યો નથી. ઓસ્ટ્રેલિયા સામેની ત્રણ ફોર્મેટમાં મેચ રમાશે, જેમાં રોહિતનો સમાવેશ એકેય ફોર્મેટમાં કરવામાં આવ્યો નથી. ભારતના પૂર્વ ક્રિકેટર વિરેન્દર સેહવાગે આ બાબતે પ્રશ્ન કર્યો છે.

સેહવાગે એક ઈંગ્લીશ વેબસાઈટમાં વાતચીત કરતા કહ્યું કે, અમારા વખતે શ્રીકાંત ચીફ સિલેક્ટર હતા. જો કોઈ સિલેક્શનના દિવસે ઈન્જર્ડ થાય તો એને સિલેક્ટ કરવામાં આવતો નહોતો. આ એક લાંબી સિરીઝ છે જેમાં રોહિત શર્માની જરૂર ભારતીય ક્રિકેટ ટીમને છે. ભારતીય સિલેક્ટર્સે રોહિત શર્માનો ટીમમાં સમાવેશ ન કરીને ખૂબ જ કઠોર નિર્ણય લીધો છે.

સોમવારે જ્યારે ઑસ્ટ્રેલિયા પ્રવાસ માટે ટીમની જાહેરાત કરવામાં આવી ત્યારે રોહિત શર્માને ઈન્જર્ડ કહેવામાં આવ્યો અને થોડીવાર બાદ તે ઈન્ડિયન પ્રિમિયર લીગ (IPL 2020)માં મુંબઈ ઈન્ડિયન્સ (MI)ની ટીમ સાથે પ્રેક્ટિસ કરતો વીડિયો ટીમ ફ્રેન્ચાઈઝીએ જ શૅર કર્યો હતો. જો કોઈ ખેલાડી ઈન્જર્ડ હોય તો તે પ્રેક્ટિસ કેવી રીતે કરી શકે.

સેહવાગે ઉમેર્યું કે, હાલ રોહિતની ઈન્જરી બાબતે મારી પાસે કોઈ અપડેટ નથી. આ સવાલ મીડિયાએ કરવો જોઈએ. જો તે સ્વસ્થ ન હોય તો મેચ દરમિયાન સ્ટેડિયમમાં શું કરે છે. જો તે ઠીક ન હોય તે તેણે આરામ કરવો જોઈએ.

virender sehwag rohit sharma cricket news sports news ipl 2020 mumbai indians