વીરુને લેવો કે નહીં એ મુદ્દે ભૂતપૂર્વ પ્લેયરોમાં મતભેદ

26 September, 2012 02:52 AM IST  | 

વીરુને લેવો કે નહીં એ મુદ્દે ભૂતપૂર્વ પ્લેયરોમાં મતભેદ



હરિત એન. જોશી

મુંબઈ, તા. ૨૬


 તેમનો આ પ્રશ્ન એ છે કે સારું ફૉર્મ ન ધરાવતા સેહવાગને શુક્રવારે ઑસ્ટ્રેલિયા સામેની સુપર એઇટ્સની મૅચમાં લેવો કે બેસાડી જ રાખવો.

વીરુએ શ્રીલંકામાં આવ્યા પછી ત્રણ મૅચમાં કુલ માત્ર ૪૮ રન બનાવ્યા છે. આ ત્રણ મૅચમાં બે પ્રૅક્ટિસ-મૅચોનો અને અફઘાનિસ્તાન સામેના પ્રથમ મુકાબલાનો સમાવેશ હતો. રવિવારની ઇંગ્લૅન્ડની મૅચ પહેલાં તેને પ્રૅક્ટિસ દરમ્યાન હાથની આંગળીઓમાં ઈજા થઈ હતી જેના કારણે તેણે ગઈ કાલે ખાસ કંઈ પ્રૅક્ટિસ નહોતી કરી.

વીરુ વિશે કોણે શું કહ્યું?

વેન્કટપથી રાજુ (ભૂતપૂર્વ ભારતીય સ્પિનર અને ભૂતપૂર્વ સિલેક્ટર): ઇંગ્લૅન્ડ સામેની ઇલેવનને જ જાળવી રાખવી જોઈએ. સેહવાગ એ મૅચમાં નહોતો અને શુક્રવારે ઑસ્ટ્રેલિયા સામેની મૅચમાં પણ નહીં રમે તો કોઈ વાંધો નહીં આવે. આમેય તે ફૉર્મમાં નથી.

અજિત વાડેકર (ભૂતપૂર્વ કૅપ્ટન): સેહવાગને ઑસ્ટ્રેલિયા સામે લેવો જ જોઈએ. તેને ફૉર્મમાં આવતા એક જ મૅચની જરૂર છે. તે ભલભલી બોલિંગનો સત્યાનાશ કરી શકે એમ છે.

મદન લાલ (ભૂતપૂર્વ પેસબોલર): સેહવાગને ઇલેવનમાં સમાવવો જ હોય તો યુવરાજ સિંહને પડતો મૂકી શકાય. તે અસલ ફૉર્મમાં નથી જોવા મળ્યો. વીરુને એક ચાન્સ આપવો જોઈએ અને પછી તેને ડ્રૉપ કરવો જોઈએ.