સેહવાગ ૧૦૦ ટકા ફિટ

12 October, 2012 05:56 AM IST  | 

સેહવાગ ૧૦૦ ટકા ફિટ



જોહનિસબર્ગ: વીરેન્દર સેહવાગ ઘૂંટીની ઈજામાંથી પૂરેપૂરો મુક્ત થઈ ગયો છે અને આવતી કાલે શરૂ થતી ચૅમ્પિયન્સ લીગની બધી મૅચોમાં રમશે.

તે દિલ્હી ડેરડેવિલ્સની ટીમમાં છે અને આવતી કાલે આ ટીમની કલકત્તા નાઇટ રાઇડર્સ સામે મૅચ (સ્ટાર ક્રિકેટ અને સ્ટાર ક્રિકેટ એચડી પર રાત્રે ૯.૦૦) છે.

રામદીનની હાફ સેન્ચુરી એળે ગઈ

બુધવારે યૉર્કશૉ સામેની ક્વૉલિફાઇંગ મૅચમાં ટ્રિનિદાદ ઍન્ડ ટોબેગોના કૅપ્ટન ડેનિશ રામદીને ૪૦ બૉલમાં ૫૯ રન બનાવીને પોતાની ટીમને ૮ વિકેટે ૧૪૮ રનનું સન્માનજનક ટોટલ અપાવ્યું હતું, પરંતુ યૉર્કશૉએ ગૅરી બૅલેન્સ (૬૪ નૉટઆઉટ, ૩૭ બૉલ, છ સિક્સર, બે ફોર)ની ફટકાબાજીથી ૧૮.૫ ઓવરમાં ચાર વિકેટે ૧૫૪ રન બનાવીને મૅચ જીતી લીધી હતી અને એ ટીમ મુખ્ય ટુર્નામેન્ટ માટે ક્વૉલિફાય થઈ ગઈ હતી.