18 November, 2026 09:00 AM IST | Madhya Pradesh | Gujarati Mid-day Correspondent
આર્યવીર પપ્પા વીરેન્દર સેહવાગ સાથે બાગેશ્વર બાબાને મળ્યો
ભારતની અન્ડર-19 એશિયા કપ જીત પછી વીરેન્દર સેહવાગનો દીકરો આર્યવીર બાગેશ્વર ધામના ધીરેન્દ્ર કૃષ્ણ શાસ્ત્રીને મળ્યો. આર્યવીર ભારત તરફથી ઓપનિંગ કરીને પ્લેયર ઑફ ધ ટુર્નામેન્ટ બન્યો હતો. અગાઉ આર્યવીરે પપ્પા સાથેના વિડિયો-કૉલમાં સીતા રામ... સીતા રામ જાપનો ઉલ્લેખ કર્યો હતો. આ વિડિયો પરથી લોકોને બાપ-દીકરાની નીમ કરોલી બાબા પ્રત્યેની શ્રદ્ધાની જાણ થઈ હતી.