T20માં પણ ભારતનો વિજય : ઇરફાન હીરો વિરાટ સુપરહીરો

08 August, 2012 06:01 AM IST  | 

T20માં પણ ભારતનો વિજય : ઇરફાન હીરો વિરાટ સુપરહીરો

પલ્લેકેલ: ગઈ કાલે ભારતે શ્રીલંકાને એકમાત્ર વ્૨૦ મૅચમાં ૩૯ રનથી હરાવી દીધું હતું. ઇરફાન પઠાણને પહેલી ત્રણેય વિકેટ સાથે શ્રીલંકાને ત્રણ મોટા આંચકા આપવા બદલ મૅન ઑફ ધ મૅચનો અવૉર્ડ મળ્યો હતો. જોકે નવાઈની વાત એ હતી કે એકમાત્ર મૅચ માટે મૅન ઑફ ધ સિરીઝનો પણ પુરસ્કાર રાખવામાં આવ્યો હતો જે વિરાટ કોહલી (૬૮ રન, ૪૮ બૉલ, ૧૧ ફોર, ૧ સિક્સર)ને મળ્યો હતો.

શનિવારે છેલ્લી વન-ડેને દિવસે પણ આ જ બન્ને ખેલાડીઓને આ જ અવૉર્ડ મળ્યાં હતા.

ભારતે ૩ વિકેટે ૧૫૫ રન બનાવ્યા હતા જેમાં સુરેશ રૈનાના પચીસ બૉલમાં ૩૪ રન અને ધીમું રમેલા મહેન્દ્ર સિંહ ધોનીના ૧૪ બૉલમાં ૧૬ રનનો સમાવેશ હતો. શ્રીલંકા ૧૮ ઓવરમાં ૧૧૬ રનમાં ઑલઆઉટ થઈ ગયું હતું. ઍન્જેલો મૅથ્યુઝના ૩૧ રન ટીમમાં હાઈએસ્ટ હતા. ઇરફાને ૩ વિકેટે ૨૭ રનમાં લીધી હતી. જોકે અશોક ડિન્ડાએ ૧૯ રનમાં ૪ શિકાર કર્યા હતા. ઉમેશ યાદવ અને રવિચન્દ્રન અશ્વિનને એક-એક વિકેટ મળી હતી.