વિરાટ કોહલી આરામ નહીં કરે,વેસ્ટ ઇન્ડિઝ પ્રવાસમાં પોતે સમગ્ર શ્રેણી રમશે

17 July, 2019 11:41 PM IST  |  Mumbai

વિરાટ કોહલી આરામ નહીં કરે,વેસ્ટ ઇન્ડિઝ પ્રવાસમાં પોતે સમગ્ર શ્રેણી રમશે

Mumbai : વર્લ્ડ કપ 2019 માંથી બહાર થયા બાદ એવા સમાચાર આવી રહ્યા હતા કે ભારતનો વેસ્ટ ઇન્ડિઝ પ્રવાસ સમયે સુકાની વિરાટ કોહલીને આરામ આપવામાં આવશે. પરંતુ અત્યારે મળી રહેલ માહિતી પ્રમાણે સુકાની વિરાટ કોહલીએ વેસ્ટ ઇન્ડિઝના પ્રવાસ પર જવાનો નિર્ણય કર્યો છે. મહત્વનું છે કે વેસ્ટ ઈન્ડિઝના પ્રવાસ માટે ભારતીય ટીમની પસંદગી શુક્રવારે કરવામાં આવશે. ટીમ ઈન્ડિયા 3 ઓગસ્ટથી વેસ્ટ ઈન્ડિઝનો પ્રવાસ શરૂ કરશે. ભારત આ દરમિયાન ત્રણ ટી-20 આંતરરાષ્ટ્રીય, ત્રણ વનડે અને બે ટેસ્ટ મેચોની સિરીઝ રમશે.

વિશ્વ કપમાં હાર બાદ વિરાટ કોહલીની વનડે આગેવાની પર સવાલ ઉઠવા લાગ્યા હતા. બીસીસીઆઈએ આ પહેલા વિરાટ કોહલી અને જસપ્રીત બુમરાહને લિમિટેડ ઓવરોની સિરીઝમાં આરામ આપવાની જાહેરાત કરી હતી. સાથે રોહિત શર્માને વેસ્ટ ઈન્ડિઝ વિરુદ્ધ વનડે અને ટી20 સિરીઝ માટે કેપ્ટન બનાવવાનો નક્કી હતો.

પરંતુ હવે વિરાટ વિન્ડીઝના પ્રવાસ પર ટીમ ઈન્ડિયાની આગેવાની કરશે. એવું માનવામાં આવી રહ્યું છે કે કોહલીએ વેસ્ટ ઈન્ડિઝ પ્રવાસ પર ન જવાના પોતાના નિર્ણયથી યૂ ટર્ન લીધો છે. પહેલા વિરાટ કોહલી વિન્ડીઝના પ્રવાસે જવાનો નથી તેવા સમાચાર આવ્યા હતા, પરંતુ હવે ભારતીય કેપ્ટન વિરાટ કોહલી વિન્ડીઝના પ્રવાસ પર જઈ શકે છે.

આ પણ જુઓ : કોણ છે આ ગ્લેમરસ ચહેરો, મૅચ દરમિયાન થઈ રહ્યો છે ફૅમસ

મહત્વનું છે કે વિરાટ કોહલી વિશ્વ કપ 2019મા એકપણ સદી ફટકારી શક્યો નથી. પરંતુ તેણે વિશ્વકપમાં શાનદાર પ્રદર્શન કર્યું હતું અને 9 મેચમાં 55.38ની એવરેજથી 443 રન બનાવ્યા હતા. આ દરમિયાન તેની સ્ટ્રાઇક રેટ 94.06 રહી હતી અને તેણે ભારતીય ટીમ માટે કુલ 5 અડધી સદી ફટકારી હતી.

cricket news virat kohli board of control for cricket in india west indies